<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

સંઘ ઉપર ભવિષ્‍યમાં કોઇપણ પ્રતિબંધ પુરાવા આધારિત હોવો જોઇએઃઅન્‍યથા બંધારણનું ઉલ્લંઘન ગણવામાં આવશે

આરએસએસ પ્રતિબંધ ઉઠાવી લેવાના કેસમાં મધ્‍ય પ્રદેશ હાઇકોર્ટનું સિમા ચિન્‍હે રૂપ અવલોકન

સરકારી કર્મચારીને આરએસએસમાં જોડાવા પરનો ભવિષ્‍યનો કોઇ પણ પ્રતિબંધ પુરાવા આધારિત હોવો જોઇએ અન્‍યથા તેને ‘બંધારણનું ઉલ્લંઘન' ગણવામાં આવશે.

અન્‍ય મહત્‍વના બયાનો

૧. કોર્ટે આરએસએસને એક જાણીતી સંસ્‍થા ગણાવી જે જાહેર અને રાષ્‍ટ્રના હિતમાં કામ કરે છે.

ર. આરએસએસ કોમી પ્રવૃતિઓ માટે પ્રતિબંધીત થઇ હોય તેવા કોઇ રિપોર્ટ કયારેય નથી મળ્‍યા.

કોર્ટે એવું પણ કહ્યું કે આંતરરાષ્‍ટ્રીય રીતે પ્રસિધ્‍ધ આરએસએસ જેવી સંસ્‍થાને આવી યાદીમાંથી બહાર કાઢવામાં સરકારે પ દાયકા જેટલો સમય લગાડયો.

(3:41 PM IST)