<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

સોના-ચાંદીમાં ઘટાડો અટક્યો :વૈશ્વિક બજારમાં સંકેતને પગલે નીચા મથાળેથી ટેકો: જાણો આજના લેટેસ્ટ ભાવ

વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કટમાં સોના અને ચાંદીના ભાવમાં બાઉન્સબેક

મુંબઈ : વિશ્વ બજારમાંથી મળેલા સંકેત વચ્ચે ભારતીય બુલિયન માર્કટમાં સોના અને ચાંદીના ભાવમાં બાઉન્સબેક જોવા મળ્યો છે. રાષ્ટ્રીય રાજધાની ખાતે સોનાના 10 ગ્રામના ભાવ રૂપિયા 50 વધી રૂપિાય 70,700 થયા હતા.

ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનની સોનું 99.9 અને સોનું 99.5ના ભાવ રૂપિયા 50 તૂટી અનુક્રમે રૂપિયા 70,700 અને રૂપિયા 70,350 રહ્યા હતા. બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ તેજી નોંધાઈ હતી. દિલ્હી ખાતે ચાંદીનો કિલો દીઠ ભાવ રૂપિયા 84,000થી રૂપિયા 400 વધી રૂપિયા 84,400 થયો હતો.

બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે તાજેતરમાં કિંમતી ધાતુઓના ભાવમાં જે ઘટાડો તેને લીધે સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરવામાં આવતી ખરીદીને વેગ મળ્યો છે તથા વિદેશી બજારોમાંથી મજબૂત તેજીનો સપોર્ટ મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સોનામાં રૂપિયા એક હજાર અને ચાંદીમાં રૂપિયા 3500નો ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 2,350 ડોલર રહ્યા હતા. જ્યારે ચાંદી ઔંસ દીઠ 27.81 ડોલર પર કામકાજ કરતા હતા.

(7:41 PM IST)