તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Friday, 26th July 2024
પૈસા માટે બોયફ્રેન્ડને છેતરવાનો પ્લાન બનાવ્યો:પોતે જ ફસાઈ:ગર્લફ્રેન્ડના કૌભાંડ વિશે જાણીને ચોંકી જશો
શાહજહાંપુરમાં લૂંટની ફરિયાદ નોંધાવવા આવેલી યુવતીની પોલીસે ધરપકડ કરી:યુવતી તેના હિસ્ટ્રીશીટર બોયફ્રેન્ડને ફસાવવા માંગતી હતી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં 21 લાખ રૂપિયાની લૂંટનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અહીં એક યુવતીએ તેના પ્રેમીને પૈસા આપવા માટે બે મિત્રો સાથે મળીને નકલી લૂંટને અંજામ આપ્યો હતો. ત્યારબાદ 21 લાખની લૂંટની ફરિયાદ પોલીસમાં નોંધાઈ હતી. જ્યારે પોલીસે આ મામલે તપાસ કરી તો તેઓ ચોંકી ઉઠ્યા અને સમગ્ર મામલો સામે આવ્યો હતો
આ માટે યુવતીએ બે લોકોને પૈસાની લાલચ આપી નકલી લૂંટનું કાવતરું ઘડ્યું હતું. જોકે પોલીસ તપાસમાં મામલો ખોટો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે યુવતી અને તેના બે સાથીઓની ધરપકડ કરી છે. આ સાથે તેના પ્રેમીની શોધ ચાલુ છે.
હકીકતમાં, 22 જુલાઈના રોજ, ચિનાર વિસ્તારની રહેવાસી સુમનલતા ઉર્ફે સોનમ સક્સેનાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે તેની પાસેથી 21 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. સોનમે તેના બોયફ્રેન્ડ રજનીશ મિશ્રા અને બે અજાણ્યા લોકો સામે કેસ દાખલ કર્યો હતો. પોલીસે આ મામલાની ઝીણવટભરી તપાસ કરી તો યુવતી અને રજનીશની મોબાઈલ ચેટ સામે આવી.
તપાસમાં જાણવા મળ્યું કે રજનીશે સોનમ માટે ઘર ખરીદ્યું હતું, પરંતુ યુવતીએ ઘર વેચી દીધું હતું. પૈસાને લઈને તેમના સંબંધોમાં તિરાડ પડી હતી. આવી સ્થિતિમાં સોનમે નકલી લૂંટનું કાવતરું ઘડ્યું હતું.
આ મામલામાં સંજય કુમાર (એસપી સિટી)એ જણાવ્યું કે કોતવાલી વિસ્તારના રહેવાસી હિસ્ટ્રીશીટર રજનીશ મિશ્રા અને સોનમ સક્સેના એકબીજાના સંબંધી હતા. યુવતીએ પૈસા છુપાવ્યા હતા. પુસ્તકોથી બેગ ભરીને, તે રજનીશે આપેલા સરનામે તેને પહોંચાડવા ઈ-રિક્ષામાં ઘરેથી નીકળી હતી.
રસ્તામાં પાછળથી બાઇક પર આવેલા કામરાન અને સાકિબે બેગ આંચકી લીધી હતી. આ પછી પોલીસને નકલી ફરિયાદ આપવામાં આવી હતી. પોલીસે યુવતી અને તેના બે મિત્રોની ધરપકડ કરી છે. ફરાર હિસ્ટ્રીશીટરની શોધ ચાલુ છે.
(9:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
