<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th July 2024

મુંબઈમાં હજુ મેઘરાજા કરશે મુકામ: ભારે વરસાદને લઈને એલર્ટ અપાયું : હવામાન વિભાગની ચેતવણી

મુંબઈની સાથે સાથે પાલઘન અને રાયગઢ જિલ્લા માટે પણ યલો એલર્ટ : થાણે અને રત્નાગિરી જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મેઘરાજા ખમૈયા નથી કરી રહ્યો, ત્યારે IMDએ શુક્રવારે પોતાના તાજા પૂર્વાનુમાનમાં ફરીથી એલર્ટ જાહર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે 26, 27 અને 28 જુલાઈએ મુંબઈમાં મધ્યમથી ભારે વરસાદ પડ શકે છે. ત્યારે મુંબઈને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ ગુરવારે મુંબઈને રેડ એલર્ટ અંતર્ગત રાખ્યું હતું. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં સરેરાશ 92 મિમી, મુંબઈમાં 81 મિમી અને પૂર્વી ઉપનગરમાં 80 મિમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સપ્તાહના અંત સુધીમાં વરસાદ યથાવત પડી શકે છે. IMDના એક અધિકારીએ કહ્યું, આગામી કેટલાંક દિવસમાં ભારે અને મધ્યમ વરસાદ પડી શકે છે. ઉપરાંત મુંબઈની સાથે સાથે પાલઘન અને રાયગઢ જિલ્લા માટે પણ યલો એલર્ટ જાહેર કર્યું છે. થાણે અને રત્નાગિરી જિલ્લાને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ રીતે હવામાન વિભાગમાંથી માહિતી મળી રહી છે કે મુંબઈના લોકોને હજુ વરસાદમાંથી કોઈ રાહત મળે તેવી શક્યતા નથી.

(10:24 PM IST)