તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 27th July 2024
રેલવે વિભાગની મોટી બેદરકારી! : એક જ પાટા પર એકસાથે ચાર ટ્રેન આવતા ખળભળાટ: જુઓ વિડિઓ
ઓડિશાના ભુવનેશ્વરમાંથી એક ચોંકાવનારો વીડિયો:લિંગરાજ સ્ટેશન પર એક જ ટ્રેક પર ચાર ટ્રેન આવી

નવી દિલ્હી : દેશમાં ટ્રેન અકસ્માતોમાં વધારો થયો છે. દેશમાં એવા કેટલાક મોટા ટ્રેન અકસ્માતો થઈ ગયા છે જેણે સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે ફરી એક વખત મોટી બેદરકારી સામે આવી છે. ઓડિશાના ભુવનેશ્વરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. જ્યાં લિંગરાજ સ્ટેશન પર એક જ ટ્રેક પર ચાર ટ્રેન આવી હતી, જે બાદ હંગામો થયો હતો. સારી વાત એ છે કે કોઈ મોટી દુર્ઘટના થઈ નથી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક ટ્રેન પાટા પર ઉભી છે અને તેની પાછળ ધીમે ધીમે ત્રણ ટ્રેન આવી રહી છે.
આ પહેલા ભુવનેશ્વરમાં માલગાડીના બે ડબ્બા પાટા પરથી ઉતરી જવાની ઘટના સામે આવી હતી. ભુવનેશ્વરમાં ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટના સવારે 8 વાગ્યાની આસપાસ બની હતી. આમાં પણ કોઈ જાનહાનિની માહિતી નથી. રેલવે પ્રશાસને આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે 2 જૂને ઓડિશાના બાલાસોરમાં થયેલી ટ્રેન દુર્ઘટનામાં 296 લોકોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે 1200 લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટનાની તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે, ત્યારબાદ કેન્દ્રીય તપાસ એજન્સીએ 7 જુલાઈના રોજ ત્રણ રેલવે અધિકારીઓની ધરપકડ કરી હતી. હવે તેમની સામે સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
Major train accident averted after four trains came on the same track in Odisha's Bhubaneswar. pic.twitter.com/QOLhSPSApU
— Vani Mehrotra (@vani_mehrotra) July 26, 2024
(12:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
