News of Saturday, 27th July 2024
મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની પાર્ટી કેટલી બેઠકો પરથી ચૂંટણી લડશે ?: સીટ વહેંચણી પહેલા લેવાયો મોટો નિર્ણય
પાર્ટી દ્વારા મહારાષ્ટ્ર માટે નિરીક્ષકો અને પ્રભારીઓની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી

સીએમ એકનાથ શિંદેની પાર્ટી શિવસેનાએ પણ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે. પાર્ટીએ રાજ્યમાં પોતાનો આધાર મજબૂત કરવા માટે વિધાનસભા પ્રભારી અને નિરીક્ષકની નિમણૂક કરી છે.
પાર્ટી દ્વારા મહારાષ્ટ્ર માટે નિરીક્ષકો અને પ્રભારીઓની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે.
સીએમ એકનાથ શિંદે જૂથની શિવસેનાએ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને 46 વિધાનસભા ક્ષેત્રોના પ્રભારીઓની નિમણૂક કરી છે. આ સાથે 93 વિધાનસભા મતવિસ્તારો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. પાર્ટી ટૂંક સમયમાં બાકીના મતવિસ્તારો માટે નિરીક્ષકો અને પ્રભારીઓની નિમણૂકની યાદી પણ બહાર પાડી શકે છે.
(11:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
