<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

રાષ્ટ્રપતિએ મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની કરી નિમણૂક : ગુજરાત અને યુપી ના રાજ્યપાલ અંગે નિર્ણય બાકી

રાજસ્થાનમાં હરીભાઉ બાગડે..સિક્કિમમાં ઓમ પ્રકાશ માથુર અને ગુલાબચંદ કટારિયા ને પંજાબના રાજ્યપાલ નિયુક્ત કરાયા : કે. કૈલાસનાથન( IAS નિવૃત્ત)ને પોંડિચેરીમાં LG તરીકે નિયુક્ત

નવી દિલ્હી : રાષ્ટ્રપતિ દ્વારા મોડી રાત્રે અનેક રાજ્યોમાં ગવર્નરની કરી નિમણૂક કરાઈ છે જેમાં ગુજરાતના પૂર્વ આઈએસ ઓફિસર કે કૈલાશનાથનને પોંડિચેરીના LG બનાવાયા છે. ગુજરાતના પૂર્વ પ્રભારી ઓમ પ્રકાશ માથુરને સિક્કિમના રાજ્યપાલ બનાવાયા. રાજસ્થાનના ભાજપના ટોચના નેતા અને આસામના ગવર્નર ગુલાબચંદ કટારીયા ને પંજાબનો હવાલો સોપાયો સાથે ચંદીગઢના એડમિનિસ્ટ્રેટર બનાવાયા. સી.પી.  રાધાકૃષ્ણન, ઝારખંડના રાજ્યપાલ, તેલંગાણાના વધારાના ચાર્જ સાથે, મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત. સિક્કિમના ગવર્નર લક્ષ્મણ પ્રસાદ આચાર્ય ની આસામના ગવર્નર તરીકે નિમણૂક અને સાથે મણીપુર નો વધારા નો હવાલો પણ સોપાયો. પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને ઝારખંડ ના ગવર્નર નો હવાલો સોપાયો

હરિભાઉ કિસનરાવ બાગડે રાજસ્થાનના રાજ્યપાલ તરીકે નિયુક્ત. જિષ્ણુ દેવ વર્માની તેલંગાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક. રામેન ડેકાને છત્તીસગઢના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સીએચ વિજયશંકર મેઘાલયના રાજ્યપાલ તરીકે નિયુક્ત. આ સાથે ગુજરાત અને યુપી ના રાજ્યપાલ અંગે હજુ સુધીકોઈ નિર્ણય નથી લેવાયો.

(1:23 AM IST)