<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

દિલ્હીના આઈએએસ કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી ત્રણ વિદ્યાર્થીઓના મૃત્યુ: વિદ્યાર્થીઓ સડક ઉપર ઉતરી આવ્યા: આપ સરકાર વિરુદ્ધ પ્રચંડ રોષ

નવી દિલ્હી તા.૨૮

દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રાવ આઈએએસ સેન્ટરના બેઝમેન્ટમાં પાણી ભરાવાથી, ડૂબી જવાથી બે યુવતી સહિત ત્રણ આઈએએસ  વિદ્યાર્થીઓના મોત થયેલ છે.બેઝમેન્ટ સાફ કરવાની સતત દિવસોથી માંગણી કરવામાં આવેલ, છતાં કોઈ પગલાં લેવામાં આવેલ નહીં, બેઝમેન્ટમાં કેવી રીતે ક્લાસ ચલાવવામાં આવતા હતા ? વિદ્યાર્થીઓ દિલ્હી સરકાર અને કેબિનેટ પ્રધાન આતિશી વિરુદ્ધ દેખાવો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ કહે છે કે એસી ઓફિસોમાંથી ટ્વિટ કરવાથી કે પત્ર લખવાથી કોઈનું ભવિષ્ય કેવી રીતે સુધારવામાં આવશે. ઓફિસરો અહીં રૂબરૂ આવી વિદ્યાર્થીઓને મળે.

આપના સાંસદ સ્વાતિ માલી વાલે કહ્યું છે કે વિદ્યાર્થીઓ ૧૦ દિવસથી ડ્રેન સાફ કરવા માગણી કરી રહ્યા હતા પણ કોઈ કાર્યવાહી થઈ નથી. ગેરકાનૂની બેઝમેન્ટ ભ્રષ્ટાચાર વિના કેવી રીતે ચાલી શકે ? એક્સ્ટ્રા ફ્લોર કેવી રીતે ઉભો કરી દેવામાં આવ્યો ? પૈસા ખાધા વિના સડક અને નાલાઓ ઉપર કેવી રીતે કબજો કરી શકાય ? સ્પષ્ટ છે કે કોઈ સેફ્ટી રૂલ્સનું પાલન કરવાની જરૂર નથી, પૈસા આપો કામ થઈ જશે, દરરોજ એસી રૂમમાં મીટીંગો અને પ્રેસ કોન્ફરન્સ કરતા રહો.

દરમિયાન આપ સરકારના કેબિનેટ મંત્રી આતિશીએ  દિલ્હીના ચીફ સેક્રેટરીને મેજિસ્ટ્રીઅલ તપાસ શરૂ કરવા અને ૨૪ કલાકમાં અહેવાલ આપવા આદેશ આપ્યો છે.

(12:08 PM IST)