<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

પેરિસમાં ભારતીય રમતવીરોને મનપસંદ ભોજન મેળવવામાં આંખે અંધારા આવી જાય છે: કેટલાક રમતવીરો તો જાતે ભોજન બનાવવા લાગ્યા

ચેટોરોક્સ તા.૨૮

 આ વખતે ફ્રાન્સની રાજધાની પેરિસમાં રમતગમતના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે.  વિશ્વભરમાંથી શ્રેષ્ઠ એથ્લેટ્સ ભાગ લેવા અહીં આવ્યા છે.  

આ ઓલિમ્પિકમાં ભાગ લેવા માટે ભારતથી ૧૧૭ ખેલાડીઓની ટીમ આવી છે.  ઓલિમ્પિક ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા આવેલી ભારતીય ટુકડીને તેમના સ્વાદ પ્રમાણે મને પસંદ ખોરાક મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ખેલાડીઓ માટે બે 'એથલીટ વિલેજ' છે પરંતુ બંનેમાં ભારતીયોને તેમનો મનપસંદ ખોરાક મળ્યો નથી.  કેટલાક શૂટર્સ સ્થાનિક સાઉથ એશિયન રેસ્ટોરન્ટ પર આધાર રાખે છે, જ્યારે અન્ય પોતાનો ખોરાક જાતે રાંધે છે.  

એક ભારતીય શૂટરે નામ ન આપવાની શરતે ન્યુઝ એજન્સીઓને કહ્યું કે, "ભોજન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે, અમે કોઈક પણ રીતે વ્યવસ્થા કરી રહ્યા છીએ, અને કામ રોડવી રહ્યા છીએ."

(12:14 PM IST)