<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

પ્રદીપ મિશ્રા બાદ વધુ એક કથાવાચકે કરી ગંદી ટિપ્પણી

વૃંદાવનમાંથી વધું એક કથાવાચક મહામંડલેશ્વરે માતા સીતાના સ્વરુપ પર ગંદી ટિપ્પણી કરીને હોબાળો મચાવ્ય:ઈંદ્રદેવ મહારાજે પોતાના નિવેદનને લઈને માફી માગી

વૃંદાવન, તા.૨૮,

શ્રીકૃષ્ણ આરાધ્ય રાધા રાની પર વિવાદિત ટિપ્પણી કરનારા મહાશિવપુરાણ કથાવાચક પ્રદીપ મિશ્રાનો મામલો હજૂ શાંત પડ્યો નથી, ત્યાં વૃંદાવનમાંથી વધું એક કથાવાચક મહામંડલેશ્વરે માતા સીતાના સ્વરુપ પર ગંદી ટિપ્પણી કરીને હોબાળો મચાવ્યો છે. વૃંદાવન પરિક્રમા માર્ગ પર આવેલા શ્રી રાધા કિશોરી ધામમાં રહેતા મહામંડલેશ્વર ઈંદ્રદેવ મહારાજે રામલીલામાં માતા સીતા અને ભગવાન રામનું પાત્ર નિભાવતા કલાકારોને લઈને ખૂબ જ વિવાદિત નિવેદન આપ્યું છે. જેનાથી લોકોની આસ્થાને ઠેસ પહોંચી અને ધાર્મિક ભાવના ભડકી ગઈ છે.

મહામંડલેશ્વર ઈંદ્રદેવે પોતાની કથા દરમ્યાન કહ્યું કે, રામલીલામાં જે પાત્ર ભગવાન રામ અને માતા સીતાનું પાત્ર નિભાવે છે તે સિગરેટ દારુ પીવે છે. ઈંદ્રદેવ અહીંથી અટક્યા નહોતા, તેમણે આગળ કહ્યું કે, આપણે બધાએ જોયું છે, જાઓ જઈને બ્લાઉઝ ખોલીને જોઈ લો, આ સીતા નહીં પુરેપુરો કંભકર્ણ છે.

ઈંદ્રદેવની કથાથી આ વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો મચી ગયો છે. લોકો ઈંદ્રદેવ વિરુદ્ધ ફરિયાદ કરવાની માગ કરી રહ્યા છે. જો કે મામલો વધતો જોઈ ઈંદ્રદેવ મહારાજે પોતાાન નિવેદનને લઈને માફી માગી અને કહ્યું કે, જે તેમણે બાળપણમાં જોયું તેને જ વ્યાસપીઠ પરથી જણાવી રહ્યા છે. તેમનો હેતું ભગવાનનું અપમાન કરવાનો અથવા કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનું નથી.

જો કે ઈંદ્રદેવ મહારાજની માફીથી ધાર્મિક સંગઠનોના લોકો ખુશ નથી અને કહ્યું કે, મહામંડલેશ્વર વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ.

 અખિલ ભારત હિન્દુ મહાસભાના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ પંડિત સંજય હરિયાણાએ વરિષ્ઠ પોલીસ અધીક્ષક પાસે ઈંદ્રદેવ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવાની માગ કરી છે.

(2:05 PM IST)