News of Sunday, 28th July 2024
શ્રીલંકાની મહિલાઓએ 20 વર્ષમાં પ્રથમ એશિયા કપ જીત્યો: ફાઇનલમાં ભારતને 8 વિકેટથી હરાવ્યું; અટાપટ્ટુ-હર્ષિતાની ફિફટી
ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું.: ભારતના 165 રનના જવાબમાં શ્રીલંકન ટીમે 19 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો : મંધાનાએ ફિફ્ટી ફટકારી

મુંબઈ :શ્રીલંકાએ મહિલા એશિયા કપ 2024નો ખિતાબ જીતીને ઈતિહાસ રચ્યો છે. ટીમે ફાઇનલમાં ભારતને 8 વિકેટે હરાવ્યું હતું. શ્રીલંકા તરફથી કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 61 રન અને હર્ષિતા સમરવિક્રમાએ 69 રન બનાવ્યા હતા. બંનેએ 87 રનની ભાગીદારી પણ કરી હતી.
2004માં શરૂ થયેલી મહિલા એશિયામાં શ્રીલંકા પ્રથમ વખત ચેમ્પિયન બની હતી, આ ટીમ આ પહેલા 5 વખત રનર્સઅપ રહી હતી. આ સાથે જ ભારત બીજી વખત મહિલા એશિયા કપની ફાઇનલમાં હારી ગયું. આ ટીમ અગાઉ 2018માં બાંગ્લાદેશ સામે હરાવ્યું હતું. ભારતે 7 વખત મહિલા એશિયા કપ જીત્યો છે. ભારત તરફથી મંધાનાએ ફિફ્ટી ફટકારી હતી દાંબુલામાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.
ટીમે 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 165 રન બનાવ્યા હતા. સ્મૃતિ મંધાનાએ ફિફ્ટી ફટકારી હતી. જેમિમાહ રોડ્રિગ્ઝે 29 અને રિચા ઘોષે 30 રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી કવિશા દિલહારીએ 2 વિકેટ લીધી હતી. શ્રીલંકાએ 19 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
ટીમ તરફથી કવિશા દિલહારી 30 રન બનાવ્યા બાદ અણનમ રહી, તેણે પૂજા વસ્ત્રાકર સામે વિજયી સિક્સ ફટકારી. ભારત તરફથી દીપ્તિ શર્માએ એક વિકેટ લીધી હતી. એક બેટર રન આઉટ થયો હતો.
શ્રીલંકા માટે હર્ષિતા સમરવિક્રમાએ 51 બોલમાં 69 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેની સાથે કવિશા દિલહારીએ 73 રનની ભાગીદારી કરી હતી. દિલહારીએ પૂજા વસ્ત્રાકર સામે સિક્સર ફટકારીને ટીમને જીત તરફ દોરી હતી.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
