News of Sunday, 28th July 2024
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના :કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા

નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે, આજે મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. આજે કેરળ, માહે અને તટીય કર્ણાટકમાં છૂટાછવાયા સ્થળોએ પણ ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પૂર્વ રાજસ્થાનમાં વાવાઝોડાં અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ દરમિયાન જમ્મુ-કાશ્મીર-લદ્દાખ-ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હી, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા છે .
હવામાનશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આગામી ચાર દિવસ દરમિયાન પૂર્વ અને ઉત્તરપૂર્વ ભારતમાં વાવાઝોડાં અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની વ્યાપક સંભાવના છે.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
