News of Sunday, 28th July 2024
સોનું સસ્તું થયું અને લોકો ખરીદવા ઉમટી પડ્યા… હવે ધનતેરસ અને દિવાળી માટે એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું
દેશના અલગ-અલગ શહેરોમાંથી એવા અહેવાલો છે કે બુલિયન માર્કેટમાં સોનું અને ચાંદી ખરીદવા લોકોની કતાર લાગી: બજેટમાં સોના-ચાંદી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કર્યા બાદ ભાવ ઝડપથી ઘટ્યા

નવી દિલ્હી : સામાન્ય બજેટમાં સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડવાની જાહેરાત બાદ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો થયો છે. તેની અસર છત્તીસગઢના બિલાસપુરમાં પણ જોવા મળી છે, જ્યાં બુલિયન માર્કેટમાં ગ્રાહકોની ભીડ વધી છે. દુકાનદારોના મતે ઘરાકીમાં 25 ટકાનો વધારો થયો છે.
સોનું સસ્તું થયા બાદ લોકો એડવાન્સ બુકિંગ પણ કરાવી રહ્યા છે. બમ્પર ખરીદી વચ્ચે વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શુભ કાર્યો અને તહેવારો માટે સોનું ખરીદવા ગ્રાહકો ઉમટી પડ્યા છે
બજેટમાં કસ્ટમ ડ્યુટી 15 ટકાથી ઘટાડીને છ ટકા કરવામાં આવી છે. સોનાના ભાવ 74,000/-ની વિક્રમી ઊંચી સપાટીથી ઘટીને 70,000/-ની આસપાસ પહોંચી ગયા હતા. 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 70 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઈ છે. બિલાસપુરમાં 22 કેરેટ સોનાની કિંમત 65 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાની વધતી માંગ વચ્ચે વેપારીઓએ કારીગરોની રજાઓ રદ કરી દીધી છે. 1 કિલો ચાંદીના ભાવમાં પણ ઘટાડો થયો છે. તહેવારોની સિઝનમાં સારા વેચાણની અપેક્ષા છે
બિલાસપુરના પવન સોનીએ કહ્યું કે અમે અમારી દીકરીના લગ્ન માટે સોનાના દાગીના મંગાવી દીધા છે. કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને અમારા માટે બચત કરવાની આ સારી તક છે.
અન્ય એક ગ્રાહક નેહા વર્માએ જણાવ્યું કે ધનતેરસ અને દિવાળી પર સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. અમે હવેથી એડવાન્સ બુકિંગ પણ કરાવ્યું છે, જેથી તહેવારો દરમિયાન અમારે મોંઘા ભાવ ન ચૂકવવા પડે.
(7:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
