News of Sunday, 28th July 2024
અમેરિકા અને રશિયા ફરી સંઘર્ષના માર્ગે: અમેરિકા જર્મનીમાં અણુ શસ્ત્ર વહન કરી શકે તેવા લોંગ રેન્જ મિસાઈલો ગોઠવવા માંગે છે
અમેરિકા અને રશિયા ફરી આમને સામને ! પુતિનની ધમકીથી અમેરિકાની મિસાઈલ યોજના પર તનાવ વધ્યો.

જર્મનીમાં દૂરથી માર કરી શકે તેવા અણુ મિસાઈલ તૈનાત કરવાની અમેરિકાની યોજનાથી નારાજ પુતિને ધમકી આપી છે કે જો તે આવું કરશે તો રશિયા પણ યોગ્ય અંતરથી (સ્ટ્રાઈકિંગ ડિસ્ટન્સથી) હુમલો કરી શકાય તેવા અંતરે મિસાઈલો તૈનાત કરશે.
જેનાથી શીત યુદ્ધ સમયે સર્જાયેલ મિસાઈલ કટોકટી જેવી સ્થિતિ ફરી ઊભી થઈ શકે છે. પુતિને અમેરિકા પર તણાવની સ્થિતિ સર્જવાનો આરોપ પણ લગાવ્યો હતો.
અમેરિકા જર્મનીમાં એસ.એમ-૬, ટોમહોક ક્રુઝ મિસાઇલ અને અત્યાધુનિક હાઇપરસોનિક શસ્ત્રો તૈનાત કરવા માંગે છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
