News of Monday, 29th July 2024
પતિ સાથે ડિવોર્સની વાતે કાકા અને પિતાએ કાપ્યા પગ
પાકિસ્તાનમાં મહિલા પર અત્યાચાર

કરાંચી,તા. ૨૯: પાકિસ્તાનમાં મહિલા સાથે અનેક વખત ક્રૂરતા અને અત્યાચાર કરવાની ઘટના સામે આવી છે. તાજેતરમાં પાકિસ્તાનના ગુલ અને પાટનગર કરાચીમાંથી પણ મહિલા અત્યાચારની હૈયું કંપાવી નાખે એવી ઘટનાનો ખુલાસો થયો છે. પાકિસ્તાનના ગુલ શહેરમાં મારપીટ કરનાર પતિથી ડિવોર્સ લેવાની વાત કરવા બદલ એક મહિલાના પિતા અને કાકાઓ તેના પગ કાપી નાખ્યા હોવાની ઘટના સામે આવી હતી. સોબિયા બતુલ શાહ નામની મહિલાએ પોલીસને જણાવ્યું હતું કે પતિથી છૂટાછેડા મેળવવાની વાત કરતાં તેના કાકા અને પિતાએ તેના પગ કાપી નાખ્યા હતા. આ મહિલાના પતિએ ક્યારેય તેના પરિવારની જવાબદારી લીધી ન હતી. તે સાથે તેનો પતિ તેને શારીરિક તેમ જ માનસિક રીતે ત્રાસ આપતો હતો. આ ઘટનામાં મહિલાએ તેના બંને પગ ગુમાવ્યા છે અને હવે તે ક્યારેય ચેલી નહીં શકે એવું પાકિસ્તાનની એક ન્યૂઝ એજન્સીના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
મળેલા અહેવાલ મુજબ, સોબિયાના પિતા સૈયદ મુસ્તફા શાહ અને તેના કાકા સૈયદ કુરબાન શાહ, એહસાન શાહ, શાહ નવાઝ અને મુશ્તાક શાહે કુહાડીથી સોબિયાના પગ કાપી નાખ્યા હતા અને તે બાદ પીડિતાએ મદદ માટે બૂમો પડતાં તેઓ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સોબિયાને નવાબ શાહ હાઙ્ઘસ્પિટલમાં દાખલ કરી હતી. તે બાદ મહિલાએ પોલીસને વધુમાં જણાવ્યું હતું કે તેનો પતિ નિયમિતપણે તેની સાથે દુર્વ્યવહાર કરે છે અને તેમના બે બાળકોનું ભરણપોષણ કરવામાં નિષ્ફળ રહે છે, જેથી તેણે પતિથી છૂટા થવાની વાત કરી હતી.
(9:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
