તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 29th July 2024
૧૦ વર્ષ નાના ભત્રીજાના પ્રેમમાં પાગલ થઈ કાકીઃ ઘરમાં ખબર પડી જતાં બંનેએ ટ્રેન આગળ કુદીને પોતાનો જીવ આપી દીધો
અજબ પ્રેમ કી ગજબ કહાની

ગોંડા,તા. ૨૯: અજબ પ્રેમ કી ગજબ કહાની*ના નવા નવા કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે, વાંચ્યા અને જોયા પણ હશે. પણ જયારે પ્રેમની વાત આવે તો આખી દુનિયા નકામી લાગી છે. પછી તે દુનિયામાં ખુદનો પરિવાર અને બાળકો કેમ ન હોય. એક આવી જ ઘટના ઉત્તર પ્રદેશના ગોંડામાંથી સામે આવી છે.
અહીં એક મહિલાએ પોતાની પ્રેમી ભત્રીજાને મેળવવા માટે દરેક સંભવ કોશિશ કરી, પણ જયારે તે દુનિયા સામે હારી ગઈ તો, તેણે પોતાના ભત્રીજા સાથે આ દુનિયા જ છોડી દીધી અને પોતાના બે નાના નાના બાળકોની પણ ચિંતા ન કરી.
ગોંડા જિલ્લાના ઈટિયાથોક વિસ્તારમાં પ્રેમ પ્રસંગનો વિરોધ કરવાથી ત્રસ્ત મહિલા અને તેના ભત્રીજાએ રવિવારે ચાલતી ટ્રેન આગળ કુદીને આત્મહત્યા કરી લીધી. પોલીસ પાસેથી મળેલી જાણકારી અનુસાર, ઈટિયાથોક વિસ્તારમાં ૩૨ વર્ષિય વિધવા મહિલાએ પોતાના બે બાળકો સાથે સાસરિયામાં રહેતી હતી.
ઘરમાં જ તેનો ૨૨ વર્ષનો ભત્રીજો રવીન્દ્ર કુમાર પણ રહેતો હતો. બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. કાકીને આઠ વર્ષનો એક દીકરો અને ત્રણ વર્ષની દીકરી પણ છે. પણ કાકી ભત્રીજાના પ્રેમમાં એટલી આંધળી થઈ ગઈ કે, પરિવાર, સમાજની સાથે સાથે પોતાના બાળકોની પણ ચિંતા કરી નહીં.
કાકીની સાથે ભત્રીજાનો આ પ્રેમ લોકોને પસંદ આવ્યો નહીં અને પરિવારે તેનો વિરોધ કર્યો. રવીન્દ્રના માતા-પિતા તેના લગ્ન બીજે ક્યાંક કરવા માગતા હતા. કાકી કોઈ પણ કિંમતે ભત્રીજાના લગ્ન થવા દેવા માગતી નહોતી. ભત્રીજો પણ લગ્નનો વિરોધ કરી રહ્યો હતો.
પોલીસે જણાવ્યું કે, સમાજ અને પરિવારનો વિરોધ કાકી ભત્રીજાને પસંદ આવ્યો નહીં અને બંનેએ રવિવારે ટ્રેન આગળ કુદીને પોતાનો જીવ આપી દીધો. આ ઘટના કઠૌવા રેલવે ક્રોસિંગ પાસે થઈ હતી. સૂચના મળતા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
