<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ગર્લફ્રેન્‍ડને માર મારી તેના પ્રાઇવેટ પાર્ટને કચડી નાખ્‍યો અને પછી હત્‍યા કરી

આ દાઉદ જલ્લાદ નીકળ્‍યો ! ક્રૂરતાની તમામ હદ વટાવી દીધી હાલત એવી હતી કે મૃતદેહને ઓળખવો મુશ્‍કેલ બની ગયો હતો : કૂતરાઓએ લાશને ફાડી ખાધી

રાયગઢ. મહારાષ્ટ્રના યશશ્રી શિંદે હત્‍યા કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. હત્‍યારો બીજો કોઈ નહીં પણ તેનો મુસ્‍લિમ બોયફ્રેન્‍ડ હતો. કોઈ એવો જલ્લાદ કેવી રીતે હોઈ શકે કે તે નિર્દોષ વ્‍યક્‍તિ પર ક્રૂરતા કરે? ઉરણ, રાયગઢમાં, પોલીસને ૨૦-૨૨ વર્ષની છોકરીનો મૃતદેહ મળ્‍યો જેમાં ચહેરા પર ખરાબ રીતે ઇજા થઈ હતી. તેના પ્રાઈવેટ પાર્ટ પણ ખરાબ રીતે કચડાઈ ગયા હતા, હાલત એવી હતી કે મૃતદેહને ઓળખવો મુશ્‍કેલ બની ગયો હતો.

બે દિવસ પહેલા માતા-પિતાએ તેમની પુત્રીના ગુમ થવા અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો મૃતદેહ પોલીસે આપેલા વર્ણન સાથે મેળ ખાતો હતો, જેના આધારે તેમને ઓળખ માટે બોલાવવામાં આવ્‍યા હતા. પિતા સુરેન્‍દ્ર શિંદેએ ૨૫ જુલાઈના રોજ પહેરેલા કપડા અને તેની કમર પરના ટેટૂ પરથી તેની પુત્રીની ઓળખ થતાં જ તે રડી પડ્‍યા હતા.

પોલીસે જણાવ્‍યું કે, યશશ્રીનો ચહેરો સંપૂર્ણપણે વિકૃત થઈ ગયો હતો. લાશની ઓળખ કરવી ખૂબ જ મુશ્‍કેલ હતી. તેના બોયફ્રેન્‍ડ દાઉદ શેખે પહેલા તેની હત્‍યા કરી અને પછી જયારે તે તેનાથી સંતુષ્ટ ન થયો ત્‍યારે તેણે તેના પ્રાઈવેટ પાર્ટને ખરાબ રીતે કચડી નાખ્‍યો. યશશ્રી પર કમર અને પીઠ પર છરી વડે વારંવાર હુમલો કરવામાં આવ્‍યો હતો. ત્‍યારબાદ તેની લાશને નજીકની ઝાડીઓમાં ફેંકી દીધી હતી. પોલીસે જણાવ્‍યું કે યશશ્રી શિંદેના ચહેરા અને ખભાને ઝાડીઓમાં કૂતરાઓએ ખંજવાળ્‍યા હતા. પોલીસે જણાવ્‍યું હતું કે ઝાડીઓમાં કૂતરાઓની હિલચાલને કારણે લોકોને શંકા ગઈ હતી.

પોલીસે જણાવ્‍યું કે દાઉદ શેખ ૨૦૧૯થી યશશ્રીની પાછળ હતો. તે યશશ્રીને પોતાની સાથે લઈ ગયો હતો અને તેના પર ત્રાસ ગુજાર્યો હતો, પરંતુ યશશ્રીના પરિવારે તેની સામે પોલીસ કેસ કર્યો હતો. જેના કારણે તે POCSO કેસમાં જેલમાં ગયો હતો.

એક વર્ષ પછી, જયારે તે જેલમાંથી બહાર આવ્‍યો, ત્‍યારે તેણે યશશ્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અને તેનો પીછો કરવાનું શરૂ કર્યું. પોલીસે જણાવ્‍યું હતું કે દાઉદ શેખે ૨૫ જુલાઈના રોજ થયેલી લડાઈનો બદલો લેવા અથવા તેના પિતાની ફરિયાદ પર જેલમાં જવાનો બદલો લેવા માટે યશશ્રીની હત્‍યા કરી હતી. જો કે તેમનો ફોન સ્‍વીચ ઓફ છે, તેથી કંઇ કહેવું યોગ્‍ય રહેશે નહીં. તેની ધરપકડ બાદ જ ખબર પડશે.

(11:27 AM IST)