News of Monday, 29th July 2024
કાશ્મીરમાં વધતી ગરમીથી સ્થાનીકોની રોજગારી
ઉપર અસરઃ ખેતી માટે પાણી ઘટવા લાગ્યું ગ્લોબલ વોર્મીંગથી વિશ્વ આખુ પરેશાનઃ ઘટતા જંગલો, શહેરીકરણ, ઔદ્યોગીકરણ મુખ્ય કારણ વૃક્ષો વાવવા, જળ સંરક્ષણ, ઉર્જા બચત તથા લોકોમાં જાગરૂકતા લાવવી જરૂરીઃ તજજ્ઞોની સલાહ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ર૯: બદલતા હવામાનના કારણે કાશ્મીરીઓને ખુબજ મુશ્કેલી પડી રહી છે. ખાસ કરીને ગરમી પ્રભાવીત કરે છે. તજજ્ઞો મુજબ જળવાયુ પરિવર્તન તાપમાન અને હવમાનના પેટર્નમાં દીર્ઘકાલીન બદલાવોની વિશેષતા છે જે કાશ્મીરમાં ગરમીની લહેરને વધારી રહ્યું છે. જેથી લોકોની રોજગારી ખતરામાં પડી રહી છે.
તેમના મુજબ ખેડૂતોને સિંચાઇના પાણીની તંગી અને લીફ માઇનર જેવી બીમારીમઓના વધતા જોખમના કારણે વધુ પરેશાન છે. વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનનો પ્રભાવ વભાવ વધવાની સંભાવના છે. જેને ઓછો કરવા અનુકુળ ઉપાયોની જરૂર છે.
આ અંગે પર્યાવરણ વિશેષજ્ઞ ડો. આમીરે જણાવેલ કે, જળવાયુ પરિવર્તનના કારણે ગ્લોબલ વોર્મીંગ વધી છે. વૈશ્વિક સ્તરે પણ ઊંચા તાપમાનની સૂચના આપવામાં આવી છે. જેના કારણોમાં જંગલની કપાત, શહેરીકરણ, પ્રદુષણ અને ઓછું બરફ કવર સામેલ છે. જયારે ડો. મુહમ્મદ મુજબ જળવાયુ પરિવર્તનથી ચરમ ઘટનાઓ બને છે. એટલે કે શિયાળામાં ઠંડા પ્રદેશ ગરમ થઇ શકે છે અને ગરમ પ્રદેશ વધુ ગરમ થઇ શકે છે.
આ પ્રભાવોને ઘટાડવા તજજ્ઞોએ ઉપાયો કરવા જણાવ્યું છે. જેમાં વધુ વૃક્ષો વાવવા, જળ સંરક્ષણ કરવા, ઉર્જા બચત તથા જળવાુ પરિવર્તનના પ્રભાવો અંગે લોકોની જાગરૂકતા વધારવાની સલાહ પણ આપી છે. આ કાર્યોથી એક સ્થાયી કાશ્મીર રહેશે અને પર્યાવરણને ભવિષ્યની પેઢીઓ માટે સંરક્ષીત કરી શકાય છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
