News of Monday, 29th July 2024
કેજરીવાલ વિરૂધ્ધ CBIએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી
દારૂ કૌભાંડ કેસમાં તાબડતોડ કાર્યવાહી

નવી દિલ્હી તા. ૨૯ : CBIએ લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય વિરૂદ્ધ રાઉજ એવેન્યૂ કોર્ટ દિલ્હીમાં ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની કથિત લીકર પોલિસી કેસમાં મની લોન્ડ્રિંગની તપાસ કરી રહેલી ઇડીએ ૨૧ માર્ચ ૨૦૨૪માં ધરપકડ કરી હતી. તે બાદ ૨૬ જૂને CBIએ કથિત ભ્રષ્ટાચારના કેસમાં કેજરીવાલની ધરપકડ કરી હતી.
CBI અને ઇડીએ હવે એક્સાઇઝ કૌભાંડમાં કેજરીવાલ વિરૂદ્ધ તપાસ પૂર્ણ કરી લીધી છે. CBIએ ગત સુનાવણીમાં કોર્ટમાં જણાવ્યું હતું કે લાંચ લીધા બાદ દિલ્હીની એક્સાઇઝ કૌભાંડ નીતિ દ્વારા ફાયદો ઉઠાવવા માટે મન અનુસાર બદલાવ કરવામાં આવ્યા હતા.
કેજરીવાલને ઇડી કેસમાં પહેલા જ જામીન મળી ગયા છે. જોકે, CBIની ધરપકડ મામલે તે તિહાડ જેલમાં બંધ છે. આ મામલે તેમની જામીન અરજી પર દિલ્હી હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. CBIએ ગત સુનાવણીમાં રાઉજ એવેન્યૂ કોર્ટમાં કહ્યું હતું કે અમારી પાસે પૈસાનો ટ્રેલ છે. સાથે જ પુરતા પુરાવા પણ છે. સાઉથ ગ્રુપના કહેવા પર જ લીકર પોલિસીમાં બદલાવ થયા છે.
CBIા વકીલે હાઇકોર્ટમાં જણાવ્યું હતું, ‘જયારે અમે પૂછપરછ દરમિયાન અરવિંદ કેજરીવાલને પૂછ્યુ કે ખાનગીકરણ કરવાનો નિર્ણય અને એક્સાઇઝ પોલિસીમાં બદલાવનો નિર્ણય કોનો હતો તો કેજરીવાલ જે કેબિનેટના પ્રમુખ હતા તેમનું કહેવું હતું કે મારો નહતો, તેનાથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે તે એમ જણાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે કે મારે તેનાથી કોઇ લેવા દેવા નથી.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
