<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ડેડલાઇન નહિ વધે! ૩૧ જુલાઇ પહેલા રિટર્ન નહિ ભરવા પર દંડ લાગશે

આઇટીઆર ફાઇલ કરવા માટે ફકત ૩ દિવસ : અત્‍યાર સુધીમાં ૫.૫ કરોડથી વધુ આયકર રિટર્ન દાખલ થયા

નવી દિલ્‍હી તા. ૨૯ : આયકર પોર્ટલમાં ટેક્‍નિકલ ખામીઓ હોવા છતાં ઇનકમ ટેક્‍સ ડિપાર્ટમેન્‍ટે સંકેત આપ્‍યો છે કે આ વર્ષે ઇનકમ ટેક્‍સ રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈથી આગળ નહીં વધારવામાં આવે.

આયકર વિભાગે તેમના એક પોસ્‍ટમાં જણાવ્‍યું કે વિભાગે તેમના એક પોસ્‍ટમાં જણાવ્‍યું કે વિભાગના ઈ-ફાઇલિંગ પોર્ટલ પર મૂલ્‍યાંકન વર્ષ ૨૦૨૪-૨૫ માટે અત્‍યાર સુધી ૫.૫ કરોડથી વધુ આઈટીઆર દાખલ કરવામાં આવ્‍યા છે. જે ગયા વર્ષે ફાઈલ કરેલાᅠઆઈટીઆરથી ૮ ટકા વધુ છે. જો અત્‍યાર સુધીમાં તમે રિટર્ન ફાઈલ નથી કર્યું તો વહેલી તકે આ કામ કરો. કારણકેᅠહવે ફક્‍ત ૩ દિવસ બચ્‍યા છે. મોડું આઈટીઆર ફાઈલ કરવા પર જૂની ટેક્‍સ વ્‍યવસ્‍થા સહિતના ફાયદા મળશે નહીં.

૩૧ જુલાઈ સુધીમાં રિટર્ન દાખલ નહીં કરવા પર દંડ ભરવો પડશે અને ટેક્‍સ છૂટ ડિડક્‍શનનો લાભ મળશે નહી. જો કોઈ ટેક્‍સપેયર્સને શેર બજાર, મ્‍યુચ્‍યુઅલ ફંડ, રિયલ એસ્‍ટેટ પ્રોપર્ટીઝ અથવા તેના કોઈ બિઝનેસમાં રોકાણના કારણે નુકશાન થાય છે. તો તેની પાસે તેના નુકસાનોને આગળ વધારવા અને બાદના વર્ષોમાં ઇનકમ વિરુદ્ધ વળતરનો વિકલ્‍પ હોય છે. આ જોગવાઈ ભવિષ્‍યના વર્ષોમાં ટેક્‍સપેયર્સની ટેક્‍સ જવાબદારીને ઓછી કરે છે.

(3:20 PM IST)