<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

ટાટા બની દેશની સૌથી મોટી ઓટો કંપની : મારુતિ સુઝુકીને પાછળ રાખી

ટાટા મોટીર્સનું માર્કેટ કેપ $૪૮ બિલિયનના આંકડાને પાર કરી ગયું

નવી દિલ્‍હી, તા.૨૯: ટાટા મોટર્સે મોટી સફળતા હાંસલ કરી છે અને દેશની અગ્રણી કાર ઉત્‍પાદક કંપની મારુતિ સુઝુકીને માત આપી છે. ટાટા મોટર્સનું માર્કેટ કેપ $૪૮ બિલિયનના આંકડાને પાર કરી ગયું છે.

બીજી તરફ મારુતિ સુઝુકીનું માર્કેટ કેપ હાલમાં માત્ર ૪૭.૬ બિલિયન ડોલર છે. આ સાથે ટાટા મોટર્સ માર્કેટ કેપની દ્રષ્ટિએ દેશની સૌથી મોટી કાર ઉત્‍પાદક કંપની બની ગઈ છે. આ સાથે ટાટા ગ્રુપની કાર મેન્‍યુફેક્‍ચરિંગ કંપની હવે વિશ્વની સૌથી મૂલ્‍યવાન કંપનીઓની યાદીમાં ૩૮૮માં નંબર પર આવી ગઈ છે.

   શુક્રવારે ટાટા ગ્રૂપે અંબાણી અને અદાણીને પાછળ છોડીને $૪૦૦ બિલિયનનું પ્રથમ ભારતીય બિઝનેસ ગ્રુપ બનવાનું ગૌરવ હાંસલ કર્યું હતું. મુકેશ અંબાણીની રિલાયન્‍સ ગ્રુપ $૨૭૭ બિલિયનના માર્કેટ કેપ સાથે બીજા સ્‍થાને છે અને ગૌતમ અદાણીની આગેવાની હેઠળનું અદાણી ગ્રુપ $૨૦૬ બિલિયનના માર્કેટ કેપ સાથે ત્રીજા સ્‍થાને છે.

  જો કે જો વિશ્વની ૧૦ સૌથી મોટી કાર કંપનીઓ પર નજર કરીએ તો તેમાં કોઈ ભારતીય કંપની સામેલ નથી. સીએનબીસીના રિપોર્ટ અનુસાર આ યાદીમાં ટાટા મોટર્સ ૧૨મા સ્‍થાને છે. ટેસ્‍લા ઇન્‍ક એલોન મસ્‍કની આગેવાની હેઠળની અમેરિકન કંપની ટેસ્‍લાએ $૭૦૪ બિલિયનનું માર્કેટ કેપ હાંસલ કર્યું છે. આ ઈલેક્‍ટ્રિક વાહન મેન્‍યુફેક્‍ચરિંગ કંપનીનું માર્કેટ કેપ બીજા ક્રમે આવેલી કંપની કરતા બમણાથી વધુ છે. ટોયોટા મોટર કોર્પોરેશન જાપાનની ટોયોટાનું માર્કેટ કેપ $૨૯૯ બિલિયન હોવાનો અંદાજ છે. આ વર્ષે કંપનીના શેરમાં લગભગ ૧૩ ટકાનો વધારો થયો છે. કંપનીની કારને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે.

  BYD કંપની ચીનની BYD કંપની વધુને વધુ લોકપ્રિય બની રહી છે. આ EV નિર્માતા ટેસ્‍લા માટે સખત પડકાર રજૂ કરી રહી છે. તે ટેસ્‍લા કરતાં વધુ કાર વેચી રહી છે. કંપનીનું માર્કેટ કેપ ૯૭ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે.

 મર્સિડીઝ બેન્‍ઝ ગ્રુપ આ જર્મન લક્‍ઝરી કાર મેન્‍યુફેક્‍ચરિંગ કંપનીનું માર્કેટ વેલ્‍યુ ૭૪ બિલિયન ડોલર છે. કંપનીના નફામાં ચોક્કસપણે ઘટાડો થયો છે, પરંતુ તે નવા મોડલ લોન્‍ચ કરીને આ નાણાકીય વર્ષમાં તેની સ્‍થિતિ મજબૂત કરવાની આશા રાખે છે.

  ફેરારી ઇટાલીની જાયન્‍ટ ફેરારી લક્‍ઝરી અને સ્‍પોર્ટ્‍સ કારના ઉત્‍પાદન માટે જાણીતી છે. તેનું માર્કેટ કેપ ૭૩ અબજ ડોલર છે. તેને મર્સિડીઝ બેન્‍ઝની મુખ્‍ય હરીફ માનવામાં આવે છે.

 પોર્શ જર્મન ઓટોમોબાઈલ કંપની પોર્શનું માર્કેટ કેપ $૬૯ બિલિયન છે. ફોક્‍સવેગન ગ્રુપની આ કંપની હાલમાં ચીનમાં ખરાબ પ્રદર્શન કરી રહી છે. આ કારણે એપ્રિલથી તેનું માર્કેટ કેપ ઘટી રહ્યું છે. બીએમડબલયુ આ પણ એક જર્મન કંપની છે. તેનું માર્કેટ કેપ $૬૧ બિલિયન હોવાનો અંદાજ છે. આ કંપની વાર્ષિક લગભગ ૨૫ લાખ પ્રીમિયમ કારનું વેચાણ કરે છે.

 ફોક્‍સવેગન આ જર્મનીનું એક મોટું કાર મેન્‍યુફેક્‍ચરિંગ ગ્રુપ છે. તે વિશ્વમાં સૌથી વધુ કાર વેચવાના સંદર્ભમાં ટોયોટા સાથે સ્‍પર્ધા કરે છે. તેનું માર્કેટ કેપ અંદાજે $૫૯ બિલિયન છે. ફોક્‍સવેગનમાં ઓડી, બેન્‍ટલી, લેમ્‍બોર્ગિની અને ડુકાટી જેવી ઙ્કીમિયમ બ્રાન્‍ડનો સમાવેશ થાય છે. સ્‍ટેલાન્‍ટિસ નેધરલેન્‍ડની આ કંપનીનું માર્કેટ કેપ ૫૫ અબજ ડોલર છે. વેચાણમાં ઘટાડા છતાં કંપનીએ યાદીમાં નવમું સ્‍થાન હાંસલ કર્યું છે.

 હોન્‍ડા મોટર કંપની ટોપ ૧૦ની યાદીમાં જાપાનની આ કંપની છેલ્લા સ્‍થાને રહી છે. તેનું માર્કેટ કેપ અંદાજે $૫૪ બિલિયન છે. આ કંપનીની કાર પણ દુનિયાના દરેક દેશમાં વેચાય છે

(3:21 PM IST)