તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 29th July 2024
આપણા વિચારોમાં શુધ્ધિ આવે તો વિશ્વમાં શાંતિ સ્થપાયઃ પૂ.મોરારીબાપુ
સમગ્ર ભારત અને આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાતઃ યુનોમાં પુ.મોરારીબાપુના વ્યાસાસને શ્રી રામકથાનો શનીવારે પ્રારંભઃ આજે ત્રીજો દિવસ: વિશ્વના અનેક દેશો વચ્ચે યુદ્ધના માહોલ સમયે પુ.મોરારીબાપુની રામકથા દ્વારા પરસ્પર પ્રેમ શાંતિ અને કરૂણાનો સંદેશ મહત્વનો

રાજકોટ તા.૨૯: સમગ્ર ભારત અને આધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે કે શનિવાર તારીખ ૨૭ જુલાઈથી પૂ. મોરારીબાપુની રામકથા યુનોમાં યોજાઇ રહી છે. વિશ્વમાં સત્ય પ્રેમ અને કરુણાના સંદેશને ફેલાવવાના હેતુથી પૂજ્ય મોરારીબાપુ યુનોમાં કથાનુ રસપાન કરાવી રહ્યા છે. પૂ. મોરારીબાપુની આ ૯૪૦ મી રામકથા છે જે નવ દિવસ સુધી અમેરિકા સ્થિત યુએનઓના હેડ ક્વાર્ટરમાં યોજાઇ છે.
આજે શ્રી રામ કથાના ત્રીજા દિવસે પૂ.મોરારીબાપુએ જણાવ્યુ હતું કે આપણા વિચારોમાં જો શુધ્ધિ હશે તો આપોઆપ શાંતિ સ્થપાશે.
પヘમિના દેશો અને એક અર્થમાં જોઈએ તો સમગ્ર વિશ્વ શાંતિ, સૌહાર્દ, પરસ્પર પ્રેમ અને સદભાવની અપેક્ષા રાખે છે જે રામચરિત માનસ જેવા ગ્રંથ દ્રારા પ્રાપ્ત થાય છે. વિશ્વના અનેક દેશો વચ્ચે જ્યારે યુદ્ધનો માહોલ છે હિંસાનો માહોલ છે એ સમયે પૂ.મોરારીબાપુની રામકથા દ્વારા પરસ્પર પ્રેમ શાંતિ અને કરુણાનો સંદેશ બહુ મહત્વનું યોગદાન બની રહેશે.
ભારતીય આધ્યાત્મિક જગત માટે મહત્વના કહી શકાય એવા સમાચાર એ છે કે યુનો એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડક્વાર્ટર્સમા મોરારીબાપુની કથાનું આયોજન થયુ છે. યુએનઓ આંતરરાષ્ટ્રીય સંગઠન છે, તેમા ૧૯૩ દેશ સભ્ય છે.
મોરારીબાપુ દેશના પ્રથમ કથાકાર છે જેમને યુએનઓના હેડક્વાર્ટરમાં સત્સંગ કરવાની તક મળી છે.પૂ. મોરારીબાપુની આ ૯૪૦મી રામકથા છે. રામકથાકાર પૂ. મોરારીબાપુની ૯ દિવસની રામકથાનું આયોજન ૨૭ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી અમેરિકા સ્થિત યુએનઓ હેડક્વાર્ટરમાં કરવામાં આવ્યું છે. પૂ.મોરારીબાપુ આ માટે ન્યૂયોર્ક પહોંચી ગયા છે. આ કથાનું આયોજન એ દર્શાવે છે કે પヘમિી દેશોમાં ભારતીય પરંપરા, સનાતન ધર્મ અને ભારતીય દર્શન પ્રત્યે દુનિયાના દેશોની દૃષ્ટિ ઉદારતાભરી છે. આ કથાની મંજૂરી મળવી એ જ દર્શાવે છે કે દુનિયાના દેશો એમ માની રહ્યા છે કે રામચરિત માનસ ગ્રંથમાં જે લખવામાં આવ્યું છે એનાથી સમાજને, દુનિયાને નવો શાંતિનો પથ મળશે. યુદ્ધના માહોલ વચ્ચે સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશ
યુએનઓ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ કથા એ દોરમાં થવા જઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશ આંતરિક હિંસાનો શિકાર બની રહ્યા છે. એવામાં સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરનારા કથાકાર પૂ. મોરારિબાપુની રામકથા યુએનઓ હેડક્વાર્ટરમાં યોજાઇ છે, જે દુનિયાને રામચરિત માનસમાંથી શાંતિનો સંદેશો પાઠવશે.
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
