<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પહેલી મેચ આસાનીથી જીતી લીધા પછી રામ ચરણને ઓલિમ્‍પિક વિલેજની ટૂર કરાવી પી.વી.સિંધુએ

નવી દિલ્‍હી,તા.૨૯: બે વખતની ઓલિમ્‍પિક્‍સ મેડલ વિજેતા ભારતીય બેડ્‍મિન્‍ટન સ્‍ટાર પી. વી. સિંધુએ પેરિસ ઓલિમ્‍પિક્‍સની મહિલા સિંગલ્‍સ ઇવેન્‍ટમાં ગઈ કાલે ગ્રુપ-મેચમાં મોલદીવ્‍ઝની ફાતિમથ અબ્‍દુલ રઝાક સામે આસાન જીત સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. બુધવારે તે ગ્રુપની બીજી મેચ રમશે.

તેની પહેલી મેચ જોવા ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ જય શાહ અને તેલુગુ સુપરસ્‍ટાર રામ ચરણ તેમની ફેમિલી સાથે પહોંચ્‍યા હતા. વિજયી શરૂઆત બાદ પી. વી. સિંધુ રામ ચરણના ડોગીને રમાડતી જોવા મળી હતી. તેણે રામ ચરણને ઓલિમ્‍પિક વિલેજની ટૂર પણ કરાવી હતી. તેમની સુંદર નાનકડી વાતચીતનો એક વિડિયો સોશ્‍યલ મીડિયા પર વાઇરલ થઈᅠ રહ્યો છે.

(4:24 PM IST)