News of Monday, 29th July 2024
છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ૩૫% વધ્યું
સુપ્રીમ કોર્ટ પરનો ભાર પણ ઓછો નથી...કાયદા મંત્રીએ કહ્યું કે સ્ટાફની અછત ઈન્ફ્રાસ્ટ્રકચરનો અભાવ અને કાર્યપદ્ધતિનો અભાવ મુખ્ય કારણો છે : ૨૦૧૯માં નીચલી અદાલતોમાં ૩.૨ કરોડ કેસ વધીને ૪.૪ કરોડ થઈ ગયા

નવી દિલ્હી, તા.૨૯: કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોનું ભારણ ૩૫% વધ્યું છે. ૨૦૧૯માં ૫૯ હજાર ૮૫૯ કેસ પેન્ડિંગ હતા જે ૨૦૨૩ના અંત સુધીમાં વધીને ૮૦ હજાર ૭૬૫ થઈ ગયા. એટલે કે છેલ્લા પાંચ વર્ષમાં ૨૦ હજાર ૯૦૦થી વધુ નવા કેસ પેન્ડિંગ બન્યા છે. આનાથી દેશની સર્વોચ્ચ અદાલત પર દબાણ વધ્યું છે, તેમ છતાં તમામ ન્યાયાધીશોની નિમણૂક થઈ ગઈ છે.
નીચલી અદાલતોથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી પણ આવી જ સ્થિતિ
માત્ર સુપ્રીમ કોર્ટમાં જ નહીં પરંતુ દેશની ૨૩ હાઈકોર્ટમાં પણ કેસોનું ભારણ વધ્યું છે. ૨૦૧૯માં ૪૬.૮ લાખ કેસ પેન્ડિંગ હતા, જ્યારે ૨૦૨૩માં આ સંખ્યા વધીને ૬૨ લાખ થઈ ગઈ. એટલે કે ૧૫ લાખથી વધુ નવા કેસ ઉમેરાયા છે અને તેમાં ૩૩્રુનો વધારો થયો છે. મોટાભાગના કેસો નીચલી અદાલતોમાં પડતર છે. ૨૦૨૩ના અંત સુધીમાં આ સંખ્યા ૪.૪ કરોડ હતી. સરકાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ૨૦૧૯માં નીચલી અદાલતોમાં ૩.૨ કરોડ કેસ પેન્ડિંગ હતા. એટલે કે ૧.૨ કરોડથી વધુ નવા કેસ ઉમેરાયા છે અને તેમાં ૩૮્રુનો વધારો થયો છે.
કોર્ટમાં પેન્ડિંગ કેસના
કારણો શું છે?
કાયદા મંત્રીએ કહ્યું, ઁકોર્ટમાં કેસ પેન્ડિંગ હોવાના ઘણા કારણો છે. તેમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ, સ્ટાફની અછત, કેસોની જટિલતા, પુરાવાની પ્રકળતિ, વકીલો, તપાસ એજન્સીઓ, સાક્ષીઓ અને વાદીપ્રપ્રતિવાદીઓ વચ્ચે સંકલનનો અભાવ અને નિયમો અને પ્રક્રિયાઓનો યોગ્ય ઉપયોગ સામેલ છે.ઁ મેઘવાલે વધુમાં જણાવ્યું હતું કે કેસોના નિકાલમાં વિલંબના અન્ય કારણોમાં વિવિધ પ્રકારના કેસોના નિકાલ માટે સમય મર્યાદાનો અભાવ, વારંવાર મુલતવી રાખવા અને દેખરેખ માટે પૂરતી વ્યવસ્થાનો અભાવ સામેલ છે.
મંત્રીએ સ્વીકાર્યું કે ફોજદારી ન્યાય પ્રણાલીમાં સામેલ એજન્સીઓ વચ્ચે સંકલનના અભાવને કારણે કેસો ઘણીવાર પેન્ડિંગ રહે છે. જોકે ફોજદારી ન્યાય પ્રણાલી વિવિધ એજન્સીઓ જેમ કે પોલીસ, પ્રોસિકયુશન, ફોરેન્સિક લેબ અને મેડિકોપ્રકાનૂની નિષ્ણાતોની સહાય પર આધાર રાખે છે, મંત્રીએ જણાવ્યું હતું કે અદાલતોમાં પડતર કેસોનું નિરાકરણ સંપૂર્ણપણે ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં આવે છે.
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
