તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Monday, 29th July 2024
બારામુલ્લાના સોપોર વિસ્તારમાં વિસ્ફોટ 4 લોકોના મોત: વિસ્તારમાં ભયનો માહોલ
વિસ્ફોટ એક ભંગારના વેપારીની દુકાનમાં થયો

ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના સોપોર વિસ્તારમાં સોમવારે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં એક ભંગારના વેપારી સહિત ચાર લોકોના મોત થયા હતા. આ વિસ્ફોટ એક ભંગારના વેપારીની દુકાનમાં થયો હતો.
પોલીસને શંકા છે કે તેણે લદ્દાખમાંથી આર્મીનો ભંગાર ખરીદ્યો હશે. મળતી માહિતી મુજબ બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરની શેર કોલોનીમાં ભંગારના વેપારીની દુકાનમાં વિસ્ફોટ થયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કેટલાક લોકો ટ્રકમાંથી ભંગાર ઉતારી રહ્યા હતા. બ્લાસ્ટ બાદ વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો
(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
