News of Tuesday, 30th July 2024
પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા બદલ મનુ ભાકરને મળ્યું વિશિષ્ટ સન્માન : 'X' એ આપી આ અદભુત ભેટ
મનુ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ :તેણે શૂટિંગમાં ભારતના 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત કર્યો

નવી દિલ્હી : મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું મેડલ ખાતું ખોલાવ્યું હતું. તેણે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધામાં 221.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ સિદ્ધિ પર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' એ તેને એક ખાસ ભેટ આપી છે.
ફાઇનલમાં, મનુએ શરૂઆતથી જ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું અને ત્રીજું સ્થાન પણ મેળવ્યું. મનુ શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની પ્રથમ મહિલા એથ્લેટ છે. આ સાથે તેણે શૂટિંગમાં ભારતના 12 વર્ષના મેડલના દુકાળનો પણ અંત કર્યો. ગગન નારંગ અને વિજય કુમારે 2012 લંડન ઓલિમ્પિકમાં શૂટિંગમાં મેડલ જીત્યા હતા.
મનુની આ વિશેષ સિદ્ધિ પર, તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિશેષ બેજથી સન્માનિત કરવામાં આવી છે. વેરિફિકેશનની બ્લુ ટિક સિવાય, મનુ ભાકરના હેન્ડલ પર એફિલ ટાવર બેજ પણ ઉમેરવામાં આવ્યો છે. આ બેજ ફક્ત પેરિસમાં યોજાનારી 2024 પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનારા એથ્લેટ્સના હેન્ડલ પર ઉમેરવામાં આવશે.
સફળતા મળ્યા બાદ તેણે પોતાનો અનુભવ શેર કર્યો. મનુએ કહ્યું હતું કે ફાઈનલ મેચ દરમિયાન શ્રીમદ ભાગવત ગીતામાં શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને આપવામાં આવેલી સલાહ કામમાં આવી હતી. તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણએ અર્જુનને ફક્ત પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. મનુએ કહ્યું, "ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ફક્ત તેના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવા કહ્યું હતું. મારા મગજમાં પણ આ જ વાત ચાલી રહી હતી. હું માત્ર મારું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરું છું. હું મારા ભાગ્યને નિયંત્રણ ન કરી શકું."
(12:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
