તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Tuesday, 30th July 2024
કારમાંથી લટકીને રીલ બનાવવી મોંઘી પડી : હિમાચલ પોલીસે ચલણ સાથે લાયસન્સ રદ કર્યું: જુઓ વિડિઓ
શિમલાના ધાલી-મશોબરા રોડ પર મહિલાનો જીવ જોખમમાં મૂકીને રીલ બનાવવાનો શોખ મોંઘો સાબિત થયો

શિમલા તેની સુંદરતા માટે આખી દુનિયામાં જાણીતું છે. અહીં સુંદર ખીણો જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. હિમાચલ પ્રદેશ પણ પોતાની સંસ્કૃતિ પ્રમાણે અહીં આવતા લોકોનું સ્વાગત કરે છે.
જો કે, કેટલાક પ્રવાસીઓ પર્વતો પર પહોંચ્યા પછી તેમની મર્યાદા ભૂલી જાય છે. મોજશોખના નામે તેઓ પોતાનો જીવ અને બીજાના જીવ જોખમમાં મૂકે છે. શિમલાના ધાલી-મશોબરા રોડ પર આવી જ એક ઘટના બની હતી. અહીં મહિલાનો જીવ જોખમમાં મૂકીને રીલ બનાવવાનો શોખ મોંઘો સાબિત થયો હતો.
શિમલાના મુખ્ય પર્યટન સ્થળ મશોબરાથી ધાલી તરફ આવતી વખતે, એક મહિલા હરિયાણા નંબર HR-26-EQ-9570 વાળા વાહનની બહાર લટકતી જોવા મળી હતી, આ દરમિયાન વાહન પણ ઝડપથી દોડી રહ્યું હતું અને એક ટ્રક વાહનની આગળ ચાલી રહી હતી. હતી.
કારની પાછળની સીટ પર બેઠેલો એક વ્યક્તિ મહિલાની રીલ બનાવી રહ્યો હતો. અન્ય એક વ્યક્તિ દીપાંશુ ગૌતમે આ સમગ્ર ઘટનાને પોતાના મોબાઈલમાં કેદ કરીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આની નોંધ લેતા સિમલા પોલીસે વાહન માલિકને ચલણ જારી કર્યું છે
શિમલાના પોલીસ અધિક્ષક સંજીવ કુમાર ગાંધીએ કહ્યું કે અહીં આવતા પ્રવાસીઓનું દિલથી સ્વાગત છે, પરંતુ પોલીસ કોઈપણ સંજોગોમાં નિયમોનું ઉલ્લંઘન સહન કરી શકે નહીં. આ રીતે વાહનની બહાર લટકવું નિયમોની વિરુદ્ધ છે.
આના કારણે માત્ર તમારી જ નહીં પરંતુ બીજાની જિંદગી પણ જોખમમાં આવી જાય છે. કાર્યવાહી કરતા, શિમલા પોલીસે મોટર વાહન અધિનિયમની કલમ 184 હેઠળ વાહન માલિકને 2,500 રૂપિયાનું ચલણ જારી કર્યું છે. આ ઉપરાંત વાહન ચલાવનાર ડ્રાઈવરનું લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત લાઇસન્સ રદ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે. શિમલા પોલીસે લોકોને નિયમોમાં રહીને ફરવા અપીલ કરી છે
#Shimla: ऐसी मस्ती कहीं पड़ न जाए भारी!
— Ankush Dobhal🇮🇳 (@DobhalAnkush) July 29, 2024
• वीडियो मशोबरा-ढली रोड की है. फेसबुक यूजर दीपांशु गौतम शेयर किया है.
• सबक सिखाने के लिए चालान तो बनता है...@himachalpolice @TTRHimachal @PoliceShimla #himachalpradesh pic.twitter.com/2XuaPZa8Zf
(1:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
