<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

અયોધ્‍યા રામ મંદિર નિર્માણનું કામ અધવચ્‍ચે મુકીને ભાગી ગયા મજૂરો

છેલ્લા ૩ મહિનામાં રામ મંદિર બાંધકામની ગતિ વધારે ધીમી પડી ગઈઃ રામ મંદિર બનાવાનો જે ટાર્ગેટ રાખ્‍યો હતો, તે અનુરૂપ રામ મંદિર બાંધકામમાં ૨ મહિના મોડું થઈ શકે છે

અયોધ્‍યા,તા. ૩૦: અયોધ્‍યામાં બની રહેલા ભવ્‍ય રામ મંદિરનું બાંધકામ અટકી ગયું છે. સ્‍થિતિ એ છે કે બાંધકામની સ્‍પિડ છેલ્લા ત્રણ મહિનાથી ધીમી પડી ગઈ છે. કારણ એ છે કે કામમાં લાગેલા મજૂરો. આ મજૂરો પોતપોતાના ઘરે જતાં રહ્યા છે અને હવે પાછા આવવા માટે તૈયાર નથી. રામ મંદિરનું બાંધકામ કરાવી રહેલી એલએનટી કંપનીની પણ વાત મજૂરો સાંભળવા તૈયાર નથી. આ સ્‍થિતિને જોતા રામ મંદિર બાંધકામ સમિતિના ચેરમેન નૃપેન્‍દ્ર મિશ્રએ તેમાં પ્રતિક્રિયા આપવી પડી છે અને તેમણે કંપનીને કહી દીધું છે કે, તે ફટાફટ ૨૦૦થી વધારે મજૂરો અહીં વધારે.

હકીકતમાં જોઈએ તો, રામ મંદિર બાંધકામમાં મજૂરોની ભારે કમી જોવા મળી રહી છે અને છેલ્લા ૩ મહિનામાં રામ મંદિર બાંધકામની ગતિ વધારે ધીમી પડી ગઈ છે. તેને લઈને રામ મંદિર બનાવાનો જે ટાર્ગેટ રાખ્‍યો હતો, તે અનુરુપ રામ મંદિર બાંધકામમાં ૨ મહિના મોડું થઈ શકે છે. રામ મંદિર બાંધકામ સમિતિ તરફથી ડિસેમ્‍બર ૨૦૨૪નો ટાર્ગેટ રાખવામાં આવ્‍યો હતો. હવે મજૂરોની કમીના કારણે ટાર્ગેટ પુરો કરવામાં તકલીફો સામે આવી રહી છે.

મજૂરોની કમી પાછળનું કારણ ભીષણ ગરમી. આ લોકો ભારે ગરમીના કારણે પોત પોતાના ઘરે જતા રહ્યા છે. હવે મંદિરનું બાંધકામ કરી રહેલી એલએનટી મજૂરોને પાછા લાવવામાં નિષ્‍ફળ સાબિત થઈ રહી છે.

તેને લઈને કાલે મીટિંગ પણ બોલાવી છે. આ બેઠકમાં રામ મંદિર બાંધકામ સમિતિના ચેરમેન નૃપેન્‍દ્ર મિશ્રાએ કંપનીને કહ્યું કે, રામ મંદિર બાંધકામનો ટાર્ગેટ ડિસેમ્‍બર ૨૦૨૪ નક્કી કર્યો છે. સૌથી મોટો પડકાર મંદિરના શિખરનું બાંધકામ છે. શિખરનું બાંધકામ ત્‍યારે જ થઈ શકે છે, જયારે દ્વિતિય તળનું બાંધકામ પુરુ થઈ જાય.

(9:42 AM IST)