<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

દરેકની વાર્ષિક આવક ૧૫ લાખ થયે ભારત વિકસિત બનશે

નીતિ આયોગનાં એપ્રોચ પેપરમાં સ્‍પષ્‍ટ વાત : વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતનું લક્ષ્યાંક મેળવતા દરેક ભારતીયોની વાર્ષિક આવક ૧૮૦૦૦ ડોલર (૧૫ લાખ) થવી જોઇએ : દેશને ૩૦ ટ્રીલીયન ડોલરની ઇકોનોમી બનાવવી પડશે

નવી દિલ્‍હી, તા.૩૦: ૨૦૪૭ સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના લક્ષ્યને હાંસલ કરવા માટે, દેશે માથાદીઠ વાર્ષિક આવક $૧૮,૦૦૦ (આશરે રૂ.૧૫ લાખ) સુધી પહોંચવાની સાથે $૩૦ ટ્રિલિયનનું અર્થતંત્ર બનાવવું પડશે. સરકારની થિંક ટેન્‍ક નીતિ આયોગે આ વાત કહી છે. નીતિ આયોગે આઝાદીના ૧૦૦ વર્ષ પૂરા થવા પર ભારત કેવી રીતે વિકસિત દેશ બની શકે તેની બ્‍લૂ પ્રિન્‍ટ તૈયાર કરી છે. તેનું નામ ‘વિઝન ફોર ડેવલપ્‍ડ ઈન્‍ડિયાક્‍ ૨૦૪૭ એન એપ્રોચ પેપર' આપવામાં આવ્‍યું છે.

નીતિ આયોગે પેપરમાં ભાર મૂકયો હતો કે ભારતે હવે (મિડલ) મધ્‍યમ આવકની જાળમાંથી બહાર આવવા માટે કામ કરવાની જરૂર છે. આ ધ્‍યેય હાંસલ કરવા માટે, અમારે વર્તમાન GDP, જે $૩.૩૬ ટ્રિલિયન છે, નવ ગણો વધારવો પડશે. માથાદીઠ આવક હાલમાં વાર્ષિક $૨,૩૯૨ (લગભગ બે લાખ રૂપિયા) છે. તેમાં આઠ ગણો વધારો કરવો પડશે. ભારતે મધ્‍યમ આવકમાંથી ઉચ્‍ચ આવકમાં જવા માટે ૨૦ થી ૩૦ વર્ષ સુધી ૭-૧૦% ટકાઉ વળદ્ધિ જાળવી રાખવી પડશે. બહુ ઓછા દેશો આ કરી શકયા છે. વિકસિત ભારતની વિભાવનાનું વર્ણન કરતાં પેપરમાં કહેવામાં આવ્‍યું છે કે તે એક ભારત હશે જેમાં માથાદીઠ આવક સાથેની તમામ વિશેષતાઓ હશે, જે આજે વિશ્વના ઉચ્‍ચ આવક ધરાવતા દેશોમાં હાજર છે. ભારતની સામાજિક, સાંસ્‍કળતિક, તકનીકી અને સંસ્‍થાકીય લાક્ષણિકતાઓ તેને સમળદ્ધ વારસા સાથે વિકસિત દેશ તરીકે ચિホતિ કરશે. આ પેપર નીતિ આયોગની નવમી ગર્વનિંગ કાઉન્‍સિલની બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્‍યું હતું, જેની અધ્‍યક્ષતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા કરવામાં આવી હતી.

(મિડલ) મધ્‍યમ આવકની જાળમાંથી બહાર નીકળવાની જરૂર છે

ભારતે મધ્‍યમ આવકની જાળમાંથી સાવધાનીપૂર્વક બહાર નીકળવાની જરૂર છે. ૨૦૦૧માં દેશમાં માથાદીઠ આવક ઼૪૬૦ હતી. હવે તેમાં લગભગ ૬.૫ ગણો વધારો થયો છે. ભવિષ્‍યમાં પણ વધારો થશે.

દેશે ઉર્જા, સુરક્ષા, પહોંચ, પોષણક્ષમતા અને ટકાઉપણું વચ્‍ચે સંતુલન હાંસલ કરવાની જરૂર છે. કળષિ કાર્યબળને ઔદ્યોગિક કાર્યબળમાં પરિવર્તિત કરવા અને ભારતને વૈશ્વિક ઉત્‍પાદન અને સેવા કેન્‍દ્ર બનાવવા માટે ઉદ્યોગની સ્‍પર્ધાત્‍મકતામાં સુધારો કરવો જરૂરી છે.

ભારત ઈતિહાસના મહત્‍વના મોડ પર છે. ૨૧મી સદી ભારતની સદી બની શકે છે, કારણ કે દેશ પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ સાથે ભવિષ્‍ય તરફ આગળ વધી રહ્યો છે.

ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્‍યવસ્‍થા છે. એવી અપેક્ષા છે કે ૨૦૨૭ સુધીમાં તે વિશ્વમાં ત્રીજા સ્‍થાને આવી જશે. તે સમય સુધીમાં આપણો જીડીપી પાંચ ટ્રિલિયન ડોલરનો આંકડો પાર કરી જશે.

નીતિ આયોગ અનુસાર, દેશે શિક્ષણ, આરોગ્‍ય અને ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરના ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. દેશમાં ૧.૪૫ લાખ કિમી હાઇવે બનાવવામાં આવ્‍યા છે. એક્‍સપ્રેસ વેની સંખ્‍યા પણ ઝડપથી વધી રહી છે. ભારતીય રેલવે વિકસિત ભારત તરફ મજબૂત પગલાં લઈ રહી છે. ૨૦૧૪માં દેશમાં ૭૪ એરપોર્ટ હતા, જે હવે વધીને ૧૪૮ થઈ ગયા છે. ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્‍યા ઝડપથી ઘટી રહી છે. ગામડાઓની આર્થિક સ્‍થિતિ પણ સુધરી રહી છે. ડાયરેક્‍ટ બેનિફિટ ટ્રાન્‍સફર જેવા પગલાંથી સરકારને ૨.૭ લાખ કરોડ રૂપિયા બચાવવામાં મદદ મળી.

રિપોર્ટ અનુસાર દેશમાં ૧૨૦ કરોડ મોબાઈલ ફોન અને ૮૮ કરોડ ઈન્‍ટરનેટ યુઝર્સ છે. તેમજ ૩૦ કરોડ લોકો UPI નો ઉપયોગ કરીને દર મહિને લગભગ ૧૦ બિલિયન ટ્રાન્‍ઝેક્‍શન કરી રહ્યા છે. દેશમાં ૧૧૦ યુનિકોર્ન અને ૧.૧૭ લાખ સ્‍ટાર્ટઅપ્‍સ નોંધાયેલા છે. જનધન ખાતાની સંખ્‍યા વધીને ૫૨.૬૪ કરોડ થઈ ગઈ છે. દરેક ઘરમાં ચોખ્‍ખુ પાણી અને ૨૪ કલાક વિજળી પુરવઠો આપવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.

માળખાકીય પડકારોનો સામનો કરવાની જરૂર છે

વિશ્વ બેંક અનુસાર, જે દેશોની માથાદીઠ વાર્ષિક આવક રૂ. ૧૪,૦૦૫ (૨૦૨૩માં) કરતાં વધુ છે તે ઉચ્‍ચ આવક ધરાવતા દેશો છે. ભારતે ૨૦૪૭ સુધીમાં પોતાને ઉચ્‍ચ આવક ધરાવતો દેશ બનાવવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. વિકસિત ભારત બનવા માટે, દેશે ઉત્‍પાદન અને લોજિસ્‍ટિક્‍સમાં ક્ષમતાઓને અપગ્રેડ કરવી પડશે. ગ્રામીણ અને શહેરી આવક વચ્‍ચેના તફાવતને ઘટાડવા જેવા માળખાકીય પડકારોને સંબોધિત કરવાની જરૂર છે.

(10:14 AM IST)