News of Tuesday, 30th July 2024
ઓગસ્ટ મહિનામાં 13 દિવસ બેંકો રહેશે બંધ : બ્રાન્ચમાં જતા પહેલા રજાઓની જુઓ યાદી
આગામી મહિનામાં રજાઓની સૂચિના આધારે,બેંક સંબંધિત કામ પૂર્ણ કરવું જોઈએ, જેથી બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો

નવી દિલ્હી : RBI એ ઓગસ્ટ મહિના માટે બેંક રજાઓની યાદી બહાર પાડી છે. તમે ઓગસ્ટમાં બાકી રહેલા કામ માટે બ્રાન્ચમાં જતા પહેલા બેંકની રજાઓની સૂચિ તપાસો લો. આ યાદી અનુસાર, આગામી મહિનામાં એટલે કે ઓગસ્ટમાં કુલ 13 દિવસ માટે બેંકો બંધ રહેશે.
ઓગસ્ટમાં બેંક રજાઓના કુલ 13 દિવસમાંથી 4 રવિવાર છે. આમાંની ઘણી રજાઓ પણ સતત પડી રહી છે. સમગ્ર દેશમાં બેન્કો 13 દિવસ સુધી બંધ રહેશે નહીં. આરબીઆઈની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી બેંક હોલીડે લિસ્ટ મુજબ, આ રજાઓ અલગ-અલગ રાજ્યોમાં છે. આ તમામ રજાઓ તમામ રાજ્યોમાં લાગુ થશે નહીં. આરબીઆઈની માર્ગદર્શિકા અનુસાર, રવિવાર સિવાય, મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંક બંધ રહેશે.
ચાલો જાણીએ કે ઓગસ્ટ 2024માં કયા રાજ્યોમાં બેંકો બંધ રહેશે? તેથી, આગામી મહિનામાં રજાઓની સૂચિના આધારે, તમારે તમારું બેંક સંબંધિત કામ પૂર્ણ કરવું જોઈએ, જેથી તમે બિનજરૂરી સમસ્યાઓથી બચી શકો.
3 ઓગસ્ટ: કેર પૂજા, અગરતલા રાજ્યમાં બેંકો બંધ રહેશે.
4 ઓગસ્ટ: રવિવારની રજા.
8 ઓગસ્ટ: ટેન્ડોંગ લો રમ ફાટ, સિક્કિમમાં બેંકો બંધ રહેશે.
10 ઓગસ્ટ: મહિનાનો બીજો શનિવાર.
11 ઓગસ્ટ: રવિવારની રજા.
13 ઓગસ્ટ: દેશભક્ત દિવસ, મણિપુરમાં બેંકો બંધ છે.
15 ઓગસ્ટ: સ્વતંત્રતા દિવસ/પારસી નવું વર્ષ (શાહેનશાહી), ભારતમાં તમામ બેંકો બંધ છે.
18 ઓગસ્ટ: રવિવારની રજા.
19 ઓગસ્ટ: રક્ષા બંધન/ઝુલાના પૂર્ણિમા/બીર બિક્રમ કિશોર માણિક્ય બહાદુરનો જન્મદિવસ- ત્રિપુરા, ગુજરાત, ઓરિસ્સા, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશમાં બેંકો બંધ છે.
20 ઓગસ્ટ: શ્રી નારાયણ ગુરુ જયંતિ.
24 ઓગસ્ટ: મહિનાનો ચોથો શનિવાર.
25 ઓગસ્ટ: રવિવારની રજા.
26 ઓગસ્ટ: જન્માષ્ટમી (શ્રવણ વદ-8)/કૃષ્ણ જયંતિ. ગુજરાત, ઓરિસ્સા, ચંદીગઢ, તમિલનાડુ, ઉત્તરાખંડ, સિક્કિમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, જમ્મુ, ઉત્તર પ્રદેશ, બંગાળ, બિહાર, છત્તીસગઢ રાજ્ય, ઝારખંડ, મેઘાલય, હિમાચલ પ્રદેશ અને શ્રીનગરમાં બંધ છે.
(11:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
