News of Tuesday, 30th July 2024
મ્યુચ્યુઅલ ફંડની કમાણી પર તમારે વધુ ટેક્સ ચૂકવવો પડશે, સમજો EVTCGનું સંપૂર્ણ ગણિત
લિસ્ટેડ અને અનલિસ્ટેડ સિકયોરિટીઝ (એસેટ્સ) પરના કેપિટલ ગેઈન ટેક્સના દરમાં બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે

નવી દિલ્હી, તા.૩૦: લિસ્ટેડ અને અનલિસ્ટેડ સિકયોરિટીઝ (એસેટ) પરના કેપિટલ ગેઈન ટેક્સના દરમાં બજેટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ (LTCG) ૧૦%થી વધારીને ૧૨.૫% કરવામાં આવ્યો છે.ઉપરાંત, એક વર્ષથી વધુ હોલ્ડિંગ ધરાવતા મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે ટેક્સ મુક્તિ મર્યાદા ૧ લાખ રૂપિયાથી વધારીને વાર્ષિક ૧.૨૫ લાખ રૂપિયા કરવામાં આવી છે. જો તમે પણ મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરો છો, તો આ બંને ફેરફારો તમારા રોકાણ અને તેના પર લાદવામાં આવેલા ટેક્સ પર કેટલી અસર કરશે તે જાણવું મહત્વપૂર્ણ છે.
નવા નિયમ હેઠળ, LTCG પર ૧.૨૫ લાખ રૂપિયાની વાર્ષિક રિબેટ ત્યારે જ ફાયદાકારક રહેશે જ્યારે નફો ૨.૨૫ લાખ રૂપિયાથી ઓછો હોય. LTCGમાં રૂ. ૨૫,૦૦૦ ની વધેલી મુક્તિ મર્યાદા તમારી કર જવાબદારીમાં વધારો કરશે નહીં. તેથી, જો તમારો નફો ૨ લાખ રૂપિયા છે, તો તમારી કર જવાબદારી અગાઉના દરે એટલે કે ૧૦ ટકા ૧૦,૦૦૦ રૂપિયા હશે. પરંતુ નવા નિયમ હેઠળ તે ઘટીને ૯,૩૭૫ રૂપિયા થઈ જશે, જેનાથી તમને ૬૨૫ રૂપિયાની બચત થશે.
AVTCG નું સંપૂર્ણ ગણિત આ રીતે સમજો...
જો તમે વર્ષ ૨૦૨૦માં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રૂ. ૨૦ લાખનું રોકાણ કર્યું હોય, તો જેનું મૂલ્ય ૨૦૨૪માં વધીને રૂ. ૩૫ લાખ થાય છે. એટલે કે તમને ૧૫ લાખ રૂપિયાનો ફાયદો થયો છે.
જૂની સિસ્ટમમાં ટેક્સ
(LTCG દરઃ ૧૦ ટકા, કર મુક્તિઃ રૂ. ૧ લાખ)
કર ગણતરીઃ (નફો-મુક્તિ) ૩૧૦%
એટલે કે ૧૫ લાખ-૧ લાખ = ૧૪ લાખ ૩૧૦%
કર જવાબદારી રૂ. ૧૪ લાખ ૩૧૦ % = રૂ. ૧,૪૦,૦૦૦
નિયમો બદલ્યા પછી ટેક્સ
(LTCG દરઃ ૧૨.૫%, કર મુક્તિઃ રૂ. ૧.૨૫ લાખ)
કર ગણતરીઃ (નફો-મુક્તિ) ૩૧૨.૫ %
એટલે કે ૧૫ લાખ-૧.૨૫ લાખ = ૧૩.૭૫ લાખ ૩૧૨.૫%
કર જવાબદારીઃ રૂ. ૧૩.૭૫ લાખ ૩૧૨.૫%ા = રૂ. ૧,૭૧,૮૭૫
કર જવાબદારીમાં તફાવત
૧,૭૧,૮૭૫-૧,૪૦,૦૦૦ = રૂ. ૩૧,૮૭૫.
(નિષ્કર્ષ : LTCG પર ટેક્સ નિયમોમાં ફેરફારને કારણે, ૧૫ લાખ રૂપિયાના સમાન નફા પર, હવે ૧૨.૫% LTCG ટેક્સના દરે ૩૧,૮૭૫ રૂપિયા વધુ ટેક્સ ચૂકવવો પડશે.)
એક કરોડનું ફંડ અને રૂ. ૧૨.૩૪ લાખનો ટેક્સ
લાંબા ગાળા માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને, લોકો કરોડોનું ભંડોળ એકઠું કરે છે. ખાસ કરીને નિવળત્તિના સંદર્ભમાં. જો તમારી પાસે ૧ કરોડ રૂપિયાનું રિટાયરમેન્ટ ફંડ છે, તો હવે તમારે તેના પર ૧૨.૩૪ લાખ રૂપિયા ટેક્સ ચૂકવવો પડશે, જે પહેલા રૂપિયા ૯.૯૦ લાખ હતો. આ તમારી બચતને અસર કરશે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે વ્યૂહરચના ઘડવાની જરૂર પડશે. તેમના રોકાણકારોને ફાયદો થાય છે
કેપિટલ ગેઇન્સ ટેક્સ નિયમોમાં ફેરફારથી ગોલ્ડ ફંડ્સ, ઓવરસીઝ ફંડ્સ અને ઇક્વિટી ફંડ ઓફ ફંડ્સ (એફઓએફ) ના રોકાણકારોને ફાયદો થશે, કારણ કે અગાઉ આ ફંડ્સમાંથી આવક પર સ્લેબ અનુસાર ટેક્સ લાગતો હતો, જે હવે ૧૨.૫ ટકા થઈ ગયો છે. ઉપરાંત, લાંબા ગાળાના રોકાણ તરીકે ગણવામાં આવે તો, તેમાં ૩૬ મહિના સુધી રોકાણ કરવું પડતું હતું, જે હવે ઘટીને ૨૪ મહિના થઈ ગયું છે. આ ફંડ્સમાં ૨૪ મહિનાથી ઓછા સમય માટેના રોકાણને ટૂંકા ગાળાના ગણવામાં આવશે અને તેના પર સ્લેબ મુજબ ટેક્સ લાગશે. ૨૪ મહિનાથી વધુ રોકાણ પર ૧૨.૫ ટકા LTCG ચૂકવવો પડશે. ઈક્વિટીમાં ૧૨ મહિનાથી ઓછા સમય માટેના રોકાણ પર ૨૦ ટકા શોર્ટ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ લાગશે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
