News of Tuesday, 30th July 2024
યુપીના નાયબ મુખ્યમંત્રીએ ભાજપનું ટેન્સન વધાર્યુ : યોગી સામે સીધો મોરચો
માત્ર સરકારના બળ ઉપર ચૂંટણી જીતાતી નથી પાર્ટી જ ચૂંટણી લડે છે અને જીતે છે : ફરી મમરો મૂક્યો !! શું ૨૦૧૪માં ભાજપની સરકાર હતી ? જીત મળી હતી કે નહિ ?

લખનૌ તા. ૩૦ : ઉત્તર પ્રદેશના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ થોડા દિવસો પહેલા આપેલા નિવેદનથી રાજકારણ ગરમાયું છે. લખનઉથી લઈને દિલ્હી સુધી તેની ચર્ચા ચાલી છે. સીએમ યોગી આદિત્યનાથે સાથે તેમના તણાવની ખબરો વાયુ વેગે ફેલાઈ છે. જોકે, દિલ્હીમાં બેઠક થયા બાદ સ્થિતિ સામાન્ય બની રહી હોય તેવું નજર આવ્યું. થોડા કલાકો પહેલા ડેપ્યુટી સીએમ મુખ્યમંત્રી યોગીની બાજુમાં બેઠેલા નજર આવ્યા. પરંતુ બાદમાં તેમણે જે કહ્યું તે ફરી એક વાર ચર્ચામાં છે. ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મોર્યએ કહ્યું કે, પાર્ટી જ ચૂંટણી લડે છે અને જીતે છે. સરકારના બળ પર ચૂંટણી નથી જીતાતી.ᅠ
મોર્યની આ ટિપ્પણી એટલા માટે મહત્વની છે કારણ કે, થોડા સમય પહેલા જ તેમણે કહ્યું હતું કે, સરકાર કરતા સંગઠન હંમેશા મોટું છે. લખનઉમાં ભાજપની રાજય યુનિટના પછાત વર્ગ મોરચાની કાર્યસમિતિની બેઠકને સંબોધિત કરતા મોર્યએ કહ્યું કે, શું ૨૦૧૪માં ભાજપની સરકાર હતી? શું આપણે (લોકસભા) ચૂંટણી જીત્યા હતા? ૨૦૧૭ (ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી)માં શું આપણી સરકાર હતી? આપણને જીત મળી હતી કે નહોતી મળી?ᅠ
તેમણે કહ્યું કે, જયારે આપણે જીત્યા હતા ત્યારે સરકાર નહોતી અને જયારે સરકાર હતી તો આપણને લાગ્યું કે, સરકારના બળ પર આ કરી શકીએ છીએ. સરકારના બળ પર ચૂંટણી નથી જીતી શકાતી. પાર્ટી જ લડે છે અને પાર્ટી જ જીતે છે. હંમેશા પાર્ટી જ ચૂંટણી લડે છે અને પાર્ટી જ જીતે છે.ᅠ
પાર્ટી કાર્યકર્તાઓને તેમણે કહ્યું કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં કરેલી ભૂલોને ભૂલી જાઓ અને ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ઐતિહાસિક જીત સુનિヘતિ કરવા માટે કામ કરો
(3:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
