<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

એલન મસ્‍કે કમલા હેરિસની ઉમેદવારી સામે ગંભીર ચિંતા દર્શાવીઃ તો અમેરિકા બીજુ વેનેઝુએલા બની જશે

અમેરિકાના પ્રેસીડેન્‍ટની ચૂંટણી ભારે વિસ્‍ફોટક બની રહેશે

વોશિંગ્‍ટન,તા. ૩૦: ટેસ્‍લા કંપનીના માલિક અને ‘એકસ' ટવીટરના સર્વેસર્વા એલન મસ્‍કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસની રાષ્ટ્રપતિ પદની ઉમેદવારીની જાહેરાત પર ગંભીર ચિંતા વ્‍યક્‍ત કરતાં કહ્યુ, જો હેરિસ પ્રમુખ બને છે તો અમેરિકાને ખૂબ જ વાસ્‍તવિક ખતરાનો સામનો કરવો પડી શકે છે. હવે ટેસ્‍લાના CEO એલન મસ્‍ક ફરી એકવાર લાઇમલાઇટમાં આવ્‍યા છે.તાજેતરમાં પેન્‍સિલવેનિયામાં ડોનાલ્‍ડ ટ્રમ્‍પ પર થયેલા હુમલા બાદ તરત જ ટ્રમ્‍પને ટેકો આપનાર મસ્‍ક હવે કમલા હેરિસ વિરુદ્ધ પોતાના તીક્ષ્ણ નિવેદનોને કારણે ચર્ચામાં છે.નિકોલસ માદુરો ત્રીજી વખત વેનેઝુએલાના રાષ્ટ્રપતિ બનવાની  સાથે પ્રજામા પ્રચંડ રોષ ફાટી નીકળ્‍યો છે અને લોકો રાષ્‍ટ્રપતિ ભવન ઉપર કબ્‍જો કરવાની તૈયારીમાં છે ત્‍યારે કમલા હેરિસે વેનેઝુએલાની ચૂંટણી પર એક સંદેશ આપ્‍યો છે જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી.  જે બાદમાં મસ્‍કે રાજકીય વિવેચક ગુંથર ઇગલમેનની પોસ્‍ટને ટેકો આપ્‍યો જેમાં લખ્‍યું હતું કે, જો ટ્રમ્‍પ ચૂંટાયા નહિ તો અમેરિકા વેનેઝુએલા બની જશે. સોશિયલ મીડિયા પર પણ થયો ભારે હોબાળોકમલા હેરિસના નિવેદનને ઘણા લોકોએ ‘શરમજનક' ગણાવ્‍યું હતું અને સવાલો ઉઠાવ્‍યા હતા કે, શું હેરિસ માદુરોનું સમર્થન કરી રહ્યા છે.  વેનેઝુએલાના લોકોએ સમાજવાદ અને સ્‍વતંત્રતા માટે મત આપ્‍યો જયારે અન્‍ય લોકોએ પૂછ્‍યું કે, શા માટે હેરિસ ઇઝરાયેલમાં માર્યા ગયેલા બાળકો પર ચૂપ છે.તો શું મસ્‍કની ચેતવણી સાચી સાબિત થશે?મસ્‍કના નિવેદન બાદથી અમેરિકન રાજકારણમાં હલચલ મચી ગઈ છે. મસ્‍કની ચેતવણી સાચી સાબિત થશે કે કેમ તે તો સમય જ કહેશે પરંતુ એ નિશ્ચિત છે કે ૨૦૨૪ની ચૂંટણી ખૂબ જ રસપ્રદ અને વિવાદાસ્‍પદ બનવાની છે.

(3:25 PM IST)