News of Tuesday, 30th July 2024
દેશના અનેક ભાગોમાં ચોમાસુ સક્રીયઃ કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના
કોંકણ, ગોવા, પૂર્વ મધ્ય પ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર, છત્તિસગઢ, ઉત્તર પ્રદેશમાં વરસાદ પડશેઃ હવામાન ખાતું

નવી દિલ્હી તા. ૩૦: દેશમાં વિવિધ ભાગોમાં હળવાથી લઇને અતિભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સુધી રહી શકે છે. ૩૧ જુલાઈએ પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે ૩૦ જુલાઈથી ૧ ઓગસ્ટ સુધી યલો એલર્ટ જાહેર કર્યું છેર્.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આ સાથે ૧ ઓગસ્ટે કોંકણ અને ગોવામાં, ૩૧ જુલાઈ અને ૨ ઓગસ્ટ દરમિયાન પૂર્વ મધ્ય પ્રદેશ, ૧ ઓગસ્ટે મધ્ય મહારાષ્ટ્ર અને છત્તીસગઢ અને ૨ ઓગસ્ટના રોજ છત્તીસગઢ અને પヘમિ મધ્ય પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ૩૦ જુલાઈથી ૦૨ ઓગસ્ટ દરમિયાન, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત, પヘમિ મધ્ય પ્રદેશમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પૂર્વ મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં આજથી ૦૨ ઓગસ્ટ અને વિદર્ભમાં ૦૧ અને ૦૨ ઓગસ્ટે ભારે વરસાદની સંભાવના છે.
યુપીના જિલ્લામાં વરસાદ અને વીજળી પડવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જો કે, યુપીના ઘણા વિસ્તારોમાં ભેજના કારણે લોકોમાં પરેશાની જોવા મળી રહી છે. કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ પણ જોવા મળ્યો હતો. ઝોનલ મેટ્રોલોજીકલ સેન્ટર અનુસાર, આજથી ચોમાસું ફરી સક્રિય થઈ શકે છે, જેના કારણે રાજ્યમાં સારો વરસાદ જોવા મળી શકે છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે. નદીઓ અને નાળાઓ પણ ઉભરાઈ રહ્યા છે. કાટમાળના કારણે ઘણી જગ્યાએ રસ્તા પણ બંધ થઈ ગયા છે. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે.
હિમાચલ ઙ્કદેશના હમીરપુર, કાંગડા, મંડી, શિમલા અને સિરમૌર જિલ્લામાં આજે એક કે બે જગ્યાએ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે. મધ્યઙ્ઘદેશના ઘણા ભાગોમાં સતત ભારે વરસાદ ચાલુ છે, આજે પણ વરસાદની સંભાવના છે. બિહારમાં આ વખતે ચોમાસામાં ઘણા જિલ્લાઓમાં ઓછો વરસાદ જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં વરસાદી માહોલ ચાલું છે અને છેલ્લા ૨૪ કલાકમાં ઙ્કતાપગઢના અરનોદમાં રાજ્યમાં સૌથી વધુ ૧૬૬ મીમી વરસાદ નોંધાયો છે.
(3:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
