<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

છત્તીસગઢ ટાઇગર રિઝર્વમાં દુર્લભ કાળો દીપડો દેખાયો

વિશ્વ વાઘ દિવસે આવી ખુશ ખબર

રાયપુર : છત્તીસગઢના વન્‍યજીવ પ્રેમીઓ ખુશીથી ઝૂમી ઉઠયા છે. અહીંના અચાનકમાર ટાઇગર રિઝર્વમાં દુર્લભ કાળો દીપડો જોવા મળ્‍યા છે. આ ખબર વિશ્વ વાઘ દિવસના રોજ સામે આવી છે. જેની તસ્‍વીરો મુખ્‍યમંત્રી સહિતના લોકોએ સોશ્‍યલ મિડીયામાં શેર કરી છે. કાળા દીપડાના જીન્‍સમાં મેલાનિઝમ નામનું એક ઉત્‍પરિવર્તન થાય છે, જેનાથી તેને કાળા ઘાટા વાળ ઉગી નિકળે છે. લગભગ ૬ ટકા વસ્‍તીમાં આ બદલાવ થાય છે. વિશ્વભરમાં આ દીપડા ખુબ જ દુર્લભ છે. તે ૧૧૦૦ પીએસઆઇની તાકાતથી શિકારને ચાવી શકે છે.

(4:01 PM IST)