<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ભયાનક અકસ્માત :કારનો કચ્ચરઘાણ , એન્જિન તૂટીને પડી ગયું;કેબિનેટ મંત્રીના પુત્ર અને વહુનો જીવ બચી ગયો.

નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂ મર્સિડીઝ બેન્ઝ AMG E53 કારમાં હતા. એક્સપ્રેસ વે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ અકસ્માતમાં કારની એરબેગ્સ ખુલી ગઈ .

નવી દિલ્હી : કારમાં મુસાફરી કરી રહેલા કેબિનેટ મંત્રી નંદ ગોપાલ નંદીના પુત્ર અને પુત્રવધૂનો આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. તેમની સ્પીડમાં આવતી કાર પહેલા કાબૂ બહાર જઈને ડિવાઈડર સાથે અથડાઈ અને પછી રસ્તા પર થોડાક મીટર સુધી ખેંચાઈ ગઈ અને રસ્તાની વચ્ચે જ અટકી ગઈ. અકસ્માત એટલો ગંભીર હતો કે કારના ફુરચા ઉડી ગયા હતા અને તેનું એન્જીન તૂટીને રોડ પર દૂર સુધી પડી ગયું હતું.

   સ્થળ પરથી આવી રહેલી તસવીરો અને વીડિયો દર્શાવે છે કે નંદીનો પુત્ર અભિષેક અને પુત્રવધૂ કૃષ્ણિકા મર્સિડીઝ બેન્ઝ AMG E 53માં હતા. સદ્દનસીબ વાત એ છે કે બંનેમાંથી કોઈને કોઈ ગંભીર ઈજા થઈ નથી. તે બેભાન છે, ઝડપભેર કારને જોરદાર ફટકો પડતાં બંનેને ઈજાઓ થઈ હતી.

  કહેવામાં આવી રહ્યું છે કે બંને કારમાં દિલ્હીથી લખનઉ જઈ રહ્યા હતા. આ દરમિયાન આ અકસ્માત 194 કિલોમીટર પોઈન્ટ પર થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર કારની સ્પીડ વધુ હતી, અકસ્માત બાદ કારની એરબેગ્સ ખુલી ગઈ હતી જેના કારણે કારમાં મુસાફરી કરી રહેલા કપલનો જીવ બચાવી શકાયો હતો.

 Mercedes-Benz AMG E53ની કિંમત 1.31 કરોડ રૂપિયા છે. આ કાર સુરક્ષા માટે 7 એરબેગ્સ અને મજબૂત સુરક્ષા ફીચર્સ સાથે આવે છે. કાર આગળના ડ્રાઈવર કેબિન અને પાછળના બંને બોક્સમાં એરબેગ્સ સાથે આવે છે. હાલ બંને ઘાયલોને પ્રાથમિક સારવાર બાદ પીજીઆઈ લખનૌ રિફર કરવામાં આવ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

   ડીએમ શુભ્રાંત કુમાર શુક્લા, સીઓ ડો. પ્રિયંકા બાજપાઈ, કોતવાલી ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર પ્રતાપ સિંહ અને અન્ય લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે વરસાદના કારણે રોડ ભીનો થઈ ગયો હતો. તમને જણાવી દઈએ કે NCAP ક્રેશ ટેસ્ટમાં Mercedes-Benz AMG E53ને 5 સ્ટાર રેટિંગ મળ્યું છે. આ કારમાં 2999 cc હાઇ પાવર એન્જિન છે અને તે ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે આવે છે. આ કારમાં કેમેરા, રિયર પાર્કિંગ સેન્સર અને એડવાન્સ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), હિલ હોલ્ડ આસિસ્ટ સહિત અન્ય અદ્યતન સુરક્ષા સુવિધાઓ છે. .


 

(10:39 PM IST)