News of Wednesday, 31st July 2024
સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર સાથે કોંગ્રેસ હાઈકમાન્ડની મહત્વની બેઠક : અનેક મુદાઓ પર વિસ્તૃત ચર્ચા કરાઈ
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સાથેની બેઠકમાં રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી બાદ બંને વચ્ચે ચાલી રહેલા જૂથવાદને ધ્યાનમાં રાખીને બધાને સાથે મળીને કામ કરવા વિનંતી કરી

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમાર સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં યોજાયેલી આ બેઠકને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણ કે તાજેતરમાં કર્ણાટકમાં વધુ ત્રણ ડેપ્યુટી સીએમ બનાવવાની માંગ પણ જોર પકડી રહી હતી. આ બેઠકમાં લોકસભા ચૂંટણીના પરિણામો પર પણ ચર્ચા થઈ હોવાના અહેવાલ છે
સૂત્રોના જણાવ્યા અનુસાર, રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ચાલી રહેલા જૂથવાદને ધ્યાનમાં રાખીને તમામ નેતાઓને સાથે મળીને કામ કરવા વિનંતી કરી હતી. અને સંકલનથી સરકાર ચલાવવા જણાવ્યું હતું. દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે બેઠકમાં રાજ્ય સરકારની નીતિઓને મજબૂત કરવા માટે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી
. સૂત્રોના જણાવ્યા અનુસાર વાયનાડના કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ બેઠકમાં પાર્ટીને મજબૂત કરવા અને લોકસભા ચૂંટણીમાં અપેક્ષા મુજબ સીટો ન મળવાના કારણો પર ધ્યાન આપવા કહ્યું છે. ઉપરાંત નેતાઓને એકજૂથ થઈને ઠીક કરવા પણ કહેવામાં આવ્યું છે. બેઠક બાદ મલ્લિકાર્જુન ખડગેએ એક્સ પર એક પોસ્ટ દ્વારા કહ્યું કે અમે કર્ણાટક પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મળ્યા
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે રાજ્યમાં કોંગ્રેસ સરકારની નીતિઓને વધુ મજબૂત કરવાના માર્ગો પર બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. જેથી લોકો માટે સામાજિક ન્યાય, આર્થિક સશક્તિકરણ અને ઝડપી પ્રગતિ સુનિશ્ચિત કરી શકાય.
તેમણે કહ્યું કે બસવન્ના અને બાબાસાહેબ આંબેડકરના આદર્શો અને વિચારો કર્ણાટકના વિકાસનો પાયો હશે. કોંગ્રેસ હાઈકમાન્ડ સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારની બેઠકમાં આગળની રણનીતિ પણ નક્કી કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેઠકમાં કોંગ્રેસ કર્ણાટકમાં આ રણનીતિઓ દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી ભાજપ પર પ્રહાર કરશે.
(12:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
