તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
દિલ્હી - NCR સહિત 7 રાજ્યોમાં મુશળધાર વરસાદનું એલર્ટ : જુઓ હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
આગામી ત્રણથી ચાર દિવસ સુધી અનેક રાજયોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી

નવી દિલ્હી : હવામાન વિભાગે દિલ્હી-NCR સહિત 7 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ હવામાનમાં ફેરફાર જોવા મળશે. ચાલો જોઈએ હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ શું કહે છે?
ઉત્તર ભારતના મેદાનોમાં ચોમાસાની ગતિ અટકી ગઈ છે. જાણે વરસાદ શાંત થઈ ગયો હોય એવું લાગતું હતું. જો કે પહાડી રાજ્યો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. કેરળના વાયનાડ જિલ્લામાં મંગળવારે ભૂસ્ખલનને કારણે જાનમાલનું નુકસાન થયું હતું.
બીજી તરફ, લેહ-લદ્દાખમાં કાળઝાળ ગરમીને કારણે ફ્લાઈટ્સ પર અસર પડી છે, જ્યારે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભેજવાળી ગરમીએ લોકો પરેશાન કરી દીધા છે. દરમિયાન હવામાન વિભાગે બુધવારે દિલ્હીમાં સારા વરસાદની આગાહી કરી છે. બિહાર અને ઉત્તર પ્રદેશના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ થઈ શકે છે.
ફરી એકવાર ભેજવાળા ઉનાળા બાદ દિલ્હી-NCRમાં વરસાદની મોસમ શરૂ થવા જઈ રહી છે. ભારતીય હવામાન વિભાગે બુધવારે ઘણા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણથી ચાર દિવસ સુધી મુશળધાર વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેના કારણે ટ્રાફિક વ્યવસ્થાને અસર થઈ શકે છે. દિલ્હીવાસીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ ઘર છોડતા પહેલા તેમના પ્રવાસના રૂટ તપાસી લે.
હવામાન વિભાગે કહ્યું છે કે પંજાબના અમૃતસર, જલંધર, હોશિયારપુર, લુધિયાણા, પઠાણકોટ, ગુરદાસપુર, પટિયાલા અને હિસાર, કરનાલ, અંબાલા, સિરસા, ફતેહાબાદ, જીંદ, કૈથલ, ચંદીગઢ અને દિલ્હી/એનસીઆર, ચંદીગઢ, મેરઠ અલીગઢ, આગ્રા, મથુરા, હાપુડ, રામપુર, બુલંદશહર, મુઝફ્ફરનગર, મુરાદાબાદ, પીલીભીતમાં આજે ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગે કર્ણાટકના દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી પણ જારી કરી છે. આ ઉપરાંત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા-ચંદીગઢ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, પૂર્વ મધ્ય પ્રદેશ, ઓડિશા અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
(7:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
