તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
લાંબા વીકએન્ડમાં ફરવા જવું મોંઘુ પડશેઃ હોટલોનાં ભાડા ૨૫-૩૫% વધી ગયા
ઓગસ્ટમાં સળંગ પ દિવસની રજા ગોઠવાતી હોય ગુજરાતીઓએ ફરવાના પ્લાનિંગ બનાવ્યા : ગુજરાતીઓને લોંગ વીકએન્ડમાં પરિવાર સાથે સેલ્ફ ડ્રાઇવ કરી ફરવા જવાનું પસંદ કરે છે

નવી દિલ્હી,તા. ૩૧: ઓગસ્ટમાં સ્વતંત્રતા દિવસથી લઈને રક્ષાબંધન વચ્ચે સળંગ ૫ દિવસની રજા ગોઠવતી હોય આ લોંગ વિકએન્ડમાં અનેક લોકોએ ફરવા જવાના પ્લાનિંગ કર્યા છે. પરંતુ ફરવા જનારાઓ માટે આ રજા મોંઘી પડી શકે છે. લોંગ વીકએન્ડના કારણે બુકિંગ વધુ હોવાથી હોટેલ્સ અને રીસોર્ટ્સના ભાડામાં ૨૫-૩૫્રુનો વધારો થયો છે. આ ઉપરાંત ગોવા, જયપુર, દિલ્હી સહિતના ટુરિસ્ટ ડેસ્ટીનેશન કે તેમની નજીકના લોકેશન માટેના વિમાની ભાડામાં પણ ૫૦-૧૦૦% જેવો વધારો થયો છે. ટુર ઓપરેટર્સ અને ટુર પ્લાનર્સના જણાવ્યા પ્રમાણે, આ રીતે લાંબી રજા આવે ત્યારે ગુજરાતમાંથી ફરવા જવાનો ટ્રેન્ડ વર્ષોવર્ષ વધી રહ્યો છે. આ વખતે પણ બુકિંગ સારા થયા છે અને હજુ પણ લોકો ૩થી પાંચ દિવસ માટેના બુકિંગ કરે છે. રાજસ્થાનમાં ઉદેપુર, કુમ્બલગઢ, માઉન્ટ આબુ, જેવા સ્થળો વધારે ફેવરીટ છે. આ ઉપરાંત ગોવા, તેમજ વિદેશમાં દુબઈ અને માલદીવ્સ જનારાઓ પણ વધ્યા છે. મોટાભાગે લોકો પરિવાર સાથે ૩૦૦-૩૫૦ કિમીના અંતરે આવેલા સ્થળોએ ફરવા જવાનું વધારે પસંદ કરે છે. ટુર ઓપરેટર્સ એન્ડ ટ્રાવેલ એજન્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ મુંજાલ ફિટરે જણાવ્યું કે, એકસાથે રજાઓ આવતી હોય ત્યારે એરલાઈન્સના ભાડામાં મોટો ઉછાળો આવે છે. ગોવાની ટીકીટ સામાન્ય દિવસોમાં ૩,૦૦૦- ૫,૦૦૦ હોય તે રાજાના દિવસોમાં ૮,૦૦૦-૧૩,૦૦૦ થઈ જાય છે. એરલાઈન્સ ટ્રાફિક અને ડેસ્ટીનેશન મુજબ પોતાની રીતે ભાડા વધારે છે. (૨૨.૫)
લોંગ વીકએન્ડમાં લોકો રૂ. ૨૦,૦૦૦-૨૫,૦૦૦ ખર્ચ કરે છે
એસોસિએશનના પૂર્વ પ્રમુખ અને કમિટી મેમ્બર અનુજ પાઠકે કહ્યું કે. લોંગ વીકએન્ડમાં ૪-૫ દિવસો ફરવા માટે લોકો પરિવાર દીઠ રૂ. ૨૦,૦૦૦-૨૫,૦૦૦ ખર્ચ કરતા હોય છે. લાંબી રજા આવતી હોવાથી ટુરિસ્ટ પ્લેસમાં હોટેલ્સ અને રિસોર્ટના ભાડામાં ૨૫-૩૫્રુનો વધારો થયો છે. સરેરાશ રૂ. ૫,૦૦૦-૧૫,૦૦૦ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. આ સાથે જ કોવિડ બાદથી સેલ્ફ ડ્રાઈવ કરીને ફરવા જવાનું પણ ઘણું વધ્યું છે. એક પરિવાર જવા કરતા લોંગ વીકએન્ડમાં ત્રણ-ચાર પરિવાર સાથે ફરવા જવાનો પ્લાન વધુ કરે છે.
(9:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
