<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

નોકરીની ખુશીમાં દોસ્‍તોને પાર્ટી આપી, બધાએ મળીને ગેંગરેપ કર્યો : તડપતી રહી છોકરી

હરામી દોસ્‍તોનું કૃત્‍ય...હૈદરાબાદની ચોંકાવનારી ઘટના

હૈદરાબાદ, તા.૩૧: હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક સોફ્‌ટવેર એન્‍જિનિયરે તેની નવી નોકરીની ઉજવણી કરવા માટે તેના બે મિત્રોને તેના ઘરે બોલાવ્‍યા. પરંતુ ઉજવણીની આ રાત તેના માટે ભયાનક બની ગઈ જ્‍યારે બંને મિત્રોએ સાથે મળીને મહિલા પર ગેંગરેપ કર્યો. સોફ્‌ટવેર એન્‍જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્‍ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્‍યો હતો.

સોફ્‌ટવેર એન્‍જિનિયરે પોલીસને જણાવ્‍યું કે તેને નોકરી માટે ઓફર લેટર મળ્‍યો છે. આ ઉજવણી કરવા માટે, તેણી તેના બાળપણના મિત્ર ગૌતમ રેડ્ડી અને અન્‍ય મિત્ર સાથે સોમવારે સાંજે હૈદરાબાદના વનસ્‍થલીપુરમમાં એક બારમાં ઉજવણી કરવા ગઈ હતી. તેઓ એક હોટલ સાથે જોડાયેલા એક બાર અને રેસ્‍ટોરન્‍ટમાં ગયા. રેડ્ડી અને તેના મિત્રે ફૂલ દારુ પીધો હતો અને પછી તેને હોટલમાં લઈ ગયાં અને ત્‍યાં રેપ કર્યો હતો. પીડિતા અને આરોપી બાળપણના મિત્ર છે અને બન્ને સ્‍કૂલમાં સાથે ભણતાં હતા.

હોટલની રુમમાં લઈ ગયાં બાદ આરોપીઓએ પીડિતાને નશીલું પીણું પીવડાવ્‍યું હતું અને પછી તેની પર સામૂહિક દુષ્‍કર્મ કર્યું હતું. બળાત્‍કાર બાદ જ્‍યારે તેણી હોશમાં આવી ત્‍યારે તેણે જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન શોલાઈ અને ગૌતમ રેડ્ડી રૂમમાં હતા. ચીસો સાંભળીને હોટેલ સ્‍ટાફ રૂમમાં પહોંચી ગયો હતો પરંતુ બંને વ્‍યક્‍તિઓ ત્‍યાંથી ભાગી ગયા હતા. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

(9:41 AM IST)