તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
હમાસના વડાની સાથે જ બીજો હુમલો લેબનોનમાં કરી ઈઝરાયલે હિઝબુલ્લાહ કમાન્ડર શુકરને ફૂંકી માર્યો
એકસાથે ૨ દેશના ૨ શહેર તહેરાન અને લેબનોનમાં હુમલો કરી હમાસના વડા અને હિઝબુલ્લા કમાન્ડરને ફૂંકી માર્યા ૪૦ કરોડનું ઈનામ હતું : રોકેટ દ્વારા હાનિયાનું મકાન ફૂંકી માર્યુ : એક સાથે બે દેશમાં ઓપરેશન

ઈઝરાયલ : ઈઝરાયેલે બુધવારે સવારે ઈરાનના તહેરાનમાં ઘૂસી હમાસના વડા ઈસ્માઈલ હાનિયાને ઠાર કર્યો છે, તો બીજીતરફ લેબનોનમાં ઘૂસી હિઝબુલ્લાના કમાન્ડર ફુઆદ શુકરને પણ ઠાર કર્યો છે. આ હુમલાની સૌથી ચોંકાવનારી વાત એ છે કે, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સે હાનિયાને ગાઝા, પેલેસ્ટાઈન અથવા કતારમાં નહીં, પરંતુ ઈરાનની રાજધાની તહેરાનમાં ઠાર કર્યો છે. હમાસે પોતે નિવેદન જાહેર કરીને હાનિયાના મોતની પુષ્ટી કરી છે.
વાસ્તવમાં હમાસનો વડો ઈસ્માઈલ હાનિયા મંગળવારે (૩૦ જુલાઈ)એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થયો હતો. આ દરમિયાન હાનિયાએ ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે આજે બુધવારે સવારે ઈઝરાયેલે તેના ઘરને રોકેટ દ્વારા ઉડાવી દીધું હતું,
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને નવ મહિના કરતા પણ વધુ સમય થયો છે. આ યુદ્ધમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે તો ઘણા પરિવારોએ પોતાના ઘર છોડવા મજબૂર બન્યા છે. ત્યારે આ યુદ્ધ વચ્ચે હિઝબુલ્લાએ લેબનોનના ગોલાન હાઇટ્સના ઈઝરાયેલે આકરો જવાબ આપ્યો છે. મળતા અહેવાલો મુજબ ઈઝરાયલે બાળકોના મોતનો બદલો લઈ લેબનોનમાં હિઝબુલ્લાહના કમાન્ડરને ઠાર કર્યો છે.
ઈઝરાયલી સેનાએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, અમારી સેનાએ હિઝબુલ્લાના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાની કાર્યવાહીમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
લેબનોનના વિદેશમંત્રી અબ્દુલ્લા હબીબે સંયુક્ત રાષ્ટ્રમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ ઉપરાંત રશિયાની સરકારી સમાચાર એજન્સીએ કહ્યું છે કે, ઈઝરાયલે રાજધાની બેરુત પર હુમલા કરી આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.
લેબનોનની સરકારી રાષ્ટ્રીય સમાચાર એજન્સીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ રાજધાની બેરુતમાં વિમાની હુમલાઓ કરી હિઝબુલ્લાના શૂરા કાઉન્સિલ પાસેના વિસ્તારને નિશાન બનાવ્યું હતું. તેઓએ દક્ષિણી બેરુતમાં વિમાન દ્વારા ડ્રોન હુમલા કર્યા હતા. આઈડીએફએ નિવેદનમાં કહ્યું કે, અમારી સેનાએ હિઝબુલ્લાના સૌથી ટોચના કમાન્ડર ફુઆદ શુકરને ઠાર કર્યો છે. સેનાએ કહ્યું કે, લેબનોનમાં મંગળવારે ફરી રોકેટ મારો કરાયો હતો, જેમાં ઈઝરાયેલી નાગરિકનું મોત થયું છે.
ઈઝરાયેલી સેનાએ યૂનિસ ખાનમાં એક સપ્તાહ સુધી વિમાની હુમલા કર્યા છે, જેમાં હમાસના ૧૫૦થી વધુ આતંકવાદીઓના મોત થયા છે. ઈઝરાયેલી રિપોર્ટ મુજબ સેનાએ લેબનોન તરફ મંગળવારે ૧૦ રોકેટ છોડ્યા હતા, જેમાં એકનું મોત થયું છે. આ હુમલામાં ૩ના મોત થયા છે અને ૭૪ ઘવાયા છે.
(12:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
