News of Wednesday, 31st July 2024
કાશ્મીરમાં એલઓસીએ ૨૪ કલાક પેટ્રોલીંગ : ધૂષણખોરી રોકવા પગલુ
અમારા સૈનિકો કોઇપણ સ્થિતિથી નિપટવા સુસજ્જ : અધિકારીઓ

(સુરેશ ડુગ્ગર દ્વારા) જમ્મુ તા. ૩૧ : એલ.ઓ.સી ઉપર હાલમાં જ ઘૂણખોરીની અનેક કોશિશોના જવાબમાં સેનાએ ઉત્તરી કાશ્મીરમાં loc ઉપર તપાસ અભિયાન વધાર્યું છે. આ તપાસ અભિયાન રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કેરન, ટંગધાર, મછેલ,ઉડી અને નવગામ સેક્ટરમાં ચલાવવામાં આવી રહ્યું છે. આ પગલું સુરક્ષા ઉપાયોને વધારવા અને ઘુષણખોરીના પ્રયત્નો નાકામ કરવા માટે ૨૪ કલાક ચાલુ રાખવામાં આવી રહ્યું છે.
ગયા મહિનામાં અનેકવાર એવી ઘટનાઓ બની છે જયારે હથિયાર બંધ આતંકવાદીઓએ એલઓસી પાર કરવાનો પ્રયત્ન કર્યો હોય. સેના એ હાલમાં જ ઉત્તરી કાશ્મીરમાં ઘૂસણખોરીની કેટલીક કોશીસો નિષ્ફળ કરી હતી.૧૮ જુલાઈએ ઉપવાડા જિલ્લામાં એલ.ઓ.સી ઉપર સુરક્ષા દળોએ ઘુષણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
સેનાના અધિકારીઓ મુજબ ગયા શનિવારે કુપવાડા જિલ્લાના મચ્છર સેક્ટરના કમાકારી વિસ્તારમાં સેનાએ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ ના હુમલાને નિષ્ફળ કરી દીધો હતો જેમાં એક સૈનિક શહીદ થયો હતો અને એક ઘાયલ થયો હતો. ફાયરિંગમાં એક પાકિસ્તાની ઘૂસણખોર જે પાકિસ્તાની સેનાનો કમાન્ડો માનવામાં આવી રહ્યો હતો તે મરાયો હતો.ᅠ
રક્ષા સુત્રોના સંકેત મુજબ હુમલો કરવાવાળી બેટ ટીમમાં સંભવતઃ પાકિસ્તાની સેનાના નિયમિત જવાન અને આતંકવાદી સંગઠનો સાથે સહયોગ કરવા વાળા એસએસજી કમાન્ડો સામેલ હતા. ઉત્તરી કાશ્મીરમાં તેના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવેલ કે ઘુસણખોરીની સતત કોશિશોને જોતા અમે એલઓસી ઉપર સતર્કતા વધારી છેᅠ આ ક્ષેત્રો ઉપર વિશેષ જોર દેવામાં આવી રહ્યું છે જે પરંપરિક રૂપથી ઘૂસણખોરી માટે અસુરક્ષિત રહ્યું છે.
અધિકારીઓએ જણાવેલ કે સેનાએ શ્રંણૂ ઉપર ૨૪ કલાક નજર રાખવા માટે આધુનિક ઉપકરણોથી લેશ વધારાના ગસ્તી દળોને તૈનાત કર્યા છે. અમે ઘુસણખોરીની કોઈપણ કોશિશનો મુકાબલો કરવા પૂરી રીતે તૈયાર છીએ, અમે કેટલીક કોશિશોને નાકામ પણ કરી છે. તેમનો દાવો છે કે કોઈપણ ખતરાનો જવાબ આપવા માટે સ્થાનિક પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સાથે જાસુસી માહિતી વહેંચવા તંત્રને મજબૂત કરવામાં આવ્યું છે.
અમે દરેક સંભવિત ખતરાથી અવગત છીએ અને તેમનો મુકાબલો કરવા માટે તમામ જરૂરી ઉપાય કરી રહ્યા છીએ. અમારા સૈનિક કોઈપણ સ્થિતિને નીપટવા માટે સારી રીતે પ્રશિક્ષિત અને સુસજ છે. અમે શાંતિ અને સુરક્ષામાં કોઈપણ પ્રકારની બાધા નહીં આવવા દઈએ.
(3:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
