<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

૩૦૦ સહકારી બેંકોના ક્‍લિયરિંગ આજે સતત ત્રીજા દિવસે પણ બંધ : કરોડો રૂપિયાના ટ્રાન્‍ઝેક્‍શન અટકયા

સહકારી બેંકના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે આજે સતત ત્રીજા દિવસે ક્‍લિયરિંગ બંધ રહ્યા : આરટીજીએસ કે ઓનલાઈન ટ્રાન્‍જેક્‍શન પણ બંધ થઈ ગયા

નવી દિલ્‍હી, તા.૩૧: સહકારી બેંકો સહિત તમામ બેંકોમાં આજે પણ ચેક ક્‍લિયરિંગની કામગીરી બંધ રહી છે. રાજ્‍યની ૩૦૦ સહકારી બેંકના કામકાજ ઠપ થયા છે. આજે સતત ત્રીજા દિવસે સહકારી બેંકોના ક્‍લિયરિંગ બંધ રહ્યા છે. રાજ્‍યની તમામ સહકારી બેન્‍કના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે છેલ્લા ૩ દિવસથી ટ્રાન્‍ઝેક્‍શન ખોરવાયા છે. સોફ્‌ટવેરમાં રેન્‍સમવેર નામનો વાયરસ આઈડેન્‍ટીફાય થતા આ સમસ્‍યા સર્જાઈ છે, ત્‍યારે RBIએ આ સોફ્‌ટવેરના તમામ ડિજિટલ પેમેન્‍ટ બંધ કર્યા છે. જેના કારણે ૩ દિવસથી સહકારી બેન્‍કમાં ડિજિટલ પેમેન્‍ટ થઈ શકતા નથી. જેના કારણે અનેક લોકોના ટ્રાન્‍ઝેક્‍શન ખોરવાયા છે.

આજે પણ ચેક ક્‍લિયરિંગની કામગીરી થઈ શકતી નથી. જો કે સોફ્‌ટવેરમાં જે રેન્‍સમવેર દેખાયું હતું, તેને ફિક્‍સ કરવાનો દાવો કરવામાં આવ્‍યો છે. એટલે હવે ગમે તે સમયે ક્‍લિયરિંગ શરૂ થઈ શકે છે. જો કે હાલ તો કરોડો રૂપિયાના ક્‍લિયરિંગ બંધ છે. ઉલ્લેખનીય છે કે ૩૫૪ જેટલી બેંક ખાનગી કંપનીનું સોફ્‌ટવેર વાપરે છે. સાથે સાથે અન્‍ય એક અલગ સોફ્‌ટવેર છે જે પેમેન્‍ટ એપ્‍લિકેશન સાથે જોડાયેલું છે તેમાં રેન્‍સમ વેર દેખાયું હતું. ત્‍યારે RBIના ડિજિટલ મોનિટરિંગના કારણે મોટા રેન્‍સમ વેર અટેકથી બચી શકાયું હાવાનો દાવો કરવામાં આવ્‍યો છે. RBIએ ફોરેન્‍સિક ઓડિટ કરાવી રેન્‍સમ વેર શોધી કાઢયું હોવાનો દાવો કર્યો છે.

સહકારી બેંકોના સોફ્‌ટવેરમાં ટેકનિકલ ખામીને કારણે ૩ દિવસથી ટ્રાન્‍ઝેક્‍શન ખોરવાયા છે. સોફ્‌ટવેરમાં વાયરસ ડિટેક્‍ટ થતા આ સમસ્‍યા સર્જાઈ છે. સોફ્‌ટવેર એપ્‍લિકેશનમાં રેન્‍સમવેર વાયરસ આઈડેન્‍ટીફાય થયો છે. આરબીઆઈએ આ સોફ્‌ટવેરના તમામ ડિજિટલ પેમેન્‍ટ બંધ કરી દીધા છે. જેના કારણે ૩ દિવસથી સોફ્‌ટવેર પર ડિજિટલ પેમેન્‍ટ બંધ થઈ જતા અસંખ્‍ય લોકોના ટ્રાન્‍ઝેક્‍શન અટવાયા છે. આરટીજીએસ કે ઓનલાઈન ટ્રાન્‍જેક્‍શન પણ બંધ થઈ ગયા છે. ગુજરાતની ઘણી બેંકો આ સોફ્‌ટવેરનો ઉપયોગ કરે છે. તેની સાથે અનેક નાની બેંકો પણ જોડાયેલી છે. અંદાજે ગુજરાતમાં ૨૦૦થી વધુ બેંકોના ટ્રાન્‍ઝેક્‍શન ઉપર અસર પહોંચી છે. ખાસ કરીને આ સોફ્‌ટવેર સૌથી વધુ સહકારી અને કો-ઓપરેટીવ બેંકો વધુ ઉપયોગ કરે છે.આ અંગે રાજકોટ જિલ્લા બેંકના એડમિન મેનેજર સંજય ઉધાડે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ટેકનિકલ કારણોસર છેલ્લા ૩ દિવસથી આ પ્રકારની સમસ્‍યા સર્જાઈ રહી છે. બેંકમાં RTGS સહિતના વ્‍યવહારમાં મુશ્‍કેલી થઈ રહી છે. જો કે સહકારી બેંકનો ઉપયોગ મોટાભાગે ખેડૂતો કરે છે. અને ખેડૂતો ય્‍વ્‍ઞ્‍લ્‍નો વ્‍યવહાર ખૂબ ઓછા કરે છે. રાજકોટ જિલ્લા બેંકના અંદાજિત ૪ લાખ જેટલા ગ્રાહકો છે. આ સમસ્‍યાને કારણે લાખો રૂપિયાના ટ્રાન્‍જેક્‍શન પર અસર પડી છે.

(3:13 PM IST)