તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
આયુષ્યમાન યોજનામાં મોટા ખેલ : દિલ્હીથી હિમાચલ સુધીના ઇડીના દરોડા : કોંગ્રેસના MLAના ઘરે પણ તપાસ
બોગસ કાર્ડ બનાવી મેડિકલ બિલ તૈયાર કરાયા : સરકારને ચૂનો પણ લગાડાયો કુલ ૧૯ સ્થળે ઇડીની કાર્યવાહી

નવી દિલ્હી તા. ૩૧ : ED નકલી આયુષ્માન કાર્ડ બનાવીને દર્દીઓની સારવારના નામે સરકાર પાસેથી પૈસા વસૂલવાના મામલાની તપાસ કરી રહી છે. આ મામલામાં EDએ દિલ્હી, ચંદીગઢ, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં ૧૦ સ્થળો પર દરોડા પાડ્યા છે. આરોપ છે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ નકલી આયુષ્માન કાર્ડ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આ નકલી કાર્ડના આધારે મેડિકલ બિલ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ બિલોના બદલામાં સરકાર પાસેથી મોટી રકમ વસૂલ કરવામાં આવી હતી. આ કેસોમાં સરકારને મોટું નુકસાન થયું છે. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં ઘણા મોટા લોકોના નામ પણ સામે આવ્યા છે.
હિમાચલ પ્રદેશના કાંગડા, ઉના, શિમલા, મંડી અને કુલ્લુમાં આવા કેસ નોંધાયા છે. આ કેસમાં બાંકે બિહારી હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ જેવી હોસ્પિટલોના નામ પણ સામેલ છે. આ સિવાય હિમાચલના કાંગડા જિલ્લાની નગરોટા સીટથી ધારાસભ્ય આરએસ બાલીનું નામ પણ સામે આવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશ પ્રવાસન નિગમના ઉપાધ્યક્ષ પણ છે. આ ઉપરાંત કાંગડા સ્થિત શ્રી બાલાજી હોસ્પિટલના ડોકટર રાજેશ શર્માનું નામ પણ આ છેતરપિંડીમાં સામે આવ્યું છે. તેઓ હિમાચલ પ્રદેશના સીએમ સુખવિંદર સિન્દ્રા સુખુના નજીકના માનવામાં આવે છે.
આવા ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં કોઈ બીજાના આયુષ્માન કાર્ડ પર કોઈ અન્યની સારવાર કરવામાં આવી હતી. આટલું જ નહીં, આવા અનેક કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા જયારે કોઈને દાખલ કર્યા વિના કે સારવાર આપ્યા વિના બિલો તૈયાર કરવામાં આવ્યા. આવી સ્થિતિમાં ED માટે આ મામલાની તપાસ કરવી જરૂરી છે. આ મામલામાં ઘણી મોટી હોસ્પિટલો અને સંસ્થાઓના નામ પણ સામે આવ્યા છે, જે ચોંકાવનારા છે. આયુષ્માન યોજના હેઠળ ગરીબ પરિવારના લોકો ૫ લાખ રૂપિયાની મફત સારવાર મેળવી શકે છે.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
