તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
ગૃહમાં ખડગે ભાવુક થયા : કહ્યું મારે હવે જીવવું નથી !!

નવી દિલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મલ્લિકાર્જુન ખડગે ઉપર ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારી દ્વારા પરિવારવાદનો આરોપ લગાવાયો હતો. જેનાથી ખૂબ જ દુઃખી થયેલા ખડગેએ ભાવુક થઇ અધ્યક્ષને કહ્યું કે કેટલીક ટિપ્પણીઓને ગૃહના રેકર્ડમાંથી હટાવવી જોઇએ. રાજ્યસભાના અધ્યક્ષ ધનખડેએ તેમની વાત ઉપર ધ્યાન આપવા અને કોંગ્રેસ નેતાને દુઃખ થાય તેવા શબ્દો રેકર્ડ પરથી દૂર કરેલ છે. ખડગેએ સદનમાં કહ્યું હતું કે, મારા માતા-પિતાએ મારૂં નામ ખૂબ સમજી વિચારીને રાખ્યું હતું.મારા પિતાજી ઇચ્છતા હતા મારૂં નામ ૧૨ જ્યોતિર્લિંગમાંથી રાખવામાં આવે. ઘનશ્યામ તિવારીને મારા નામમાં ᅠશું વાંધો છે કે તેઓ આવું બોલ્યા ? હું મારા પરિવારમાંથી રાજનીતિમાં આવનારો પ્રથમ સભ્ય છું પોલીટીકસમાં મારી આ પ્રથમ જનરેશન છે. આ વાત સદનમાં મૂકતા ખડગે ભાવુક થઇ થઇ ગયેલ. કહેલ કે અધ્યક્ષશ્રી આ માહોલમાં મારે નથી જીવવું અધ્યક્ષે કહેલ તમે હજુ વધુ જીવશો અને આગળ વધશો.
(4:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
