<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

એલઓસીએ પાકિસ્‍તાની સેના પઠાણી પહેરવેશમાં દેખાણી

ભારતીય સેનાને ઘૂષણખોરી દરમિયાન ચકમો આપવા નાપાક ઇરાદો

નવી દિલ્‍હી તા. ૩૧: પાકિસ્‍તાની સેનાના જવાનોએ બોર્ડર પર પોતાનો મિલિટરી ડ્રેસ છોડીને પઠાણી સૂટ પહેરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્‍તાન દ્વારા એલઓસી પર હિલચાલ તેજ કરવામાં આવી છે. પાકિસ્‍તાન સતત સંયુકત રાષ્‍ટ્ર પ્રતિનિધિ મંડળને લાવી રહ્યું છે.

પાકિસ્‍તાનના કમાન્‍ડો પઠાણી સૂટમાં ૪-પના જૂથમાં દરેક જગ્‍યાએ તૈનાત છે. પઠાણી પોશાકોમાં તૈનાત કમાન્‍ડો વિસ્‍તારની તપાસ કરી રહ્યા છે. આવી સ્‍થિતિમાં જો ઘૂસણખોરી થાય અને ભારતીય સેના તેમને ઠાર મારે તો તેઓ સંયુકત રાષ્‍ટ્રને કહી શકશે કે ભારતીય સેનાએ નાગરિકની હત્‍યા કરી છે.

આ જ કારણ છે કે એક ષડયંત્રના ભાગરૂપે, પાકિસ્‍તાન સેનાના સૈનિકો પઠાણી સૂટ પહેરીને ફરતા હોય છે જેથી સૈનિકો અને નાગરિકોમાં તફાવત કરવો મુશ્‍કેલ બની જાય. આટલું જ નહીં ભારતીય સેનાને ચકમો આપવા માટે આ પાકિસ્‍તાની સેનાના જવાનો પોતાની સાથે પશુઓને પણ સરહદ પર લાવી રહ્યા છે.

(4:36 PM IST)