તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
વિયેતનામના વડાપ્રધાન ફામ ભારત આવી પહોંચ્યા : નરેન્દ્રભાઈ સાથે મુલાકાત કરશે
ત્રણ દિવસની સરકારી મુલાકાત દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળનાર છે

નવી દિલ્હી, તા.૩૧: વિયેતનામના વડાપ્રધાન ફામ મિન્હ ચિન્હ મંગળવારે મોડી સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે નવી દિલ્હી પહોંચ્યા હતા. જે બંને દેશો વચ્ચેના વર્ષો જૂના સંબંધોને વધુ મજબૂત બનાવવાની અપેક્ષા છે.
ભારત અને વિયેતનામ સંસ્કળતિના સંબંધો અને પરસ્પર વિશ્વાસ પર આધારિત લાંબા સમયથી મિત્રતા ધરાવે છે. આ મુલાકાત અમારી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરશે તેમ વિદેશ મંત્રાલય બાબતોના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું.
વિયેતનામના પીએમ બુધવારે વિવિધ કાર્યક્રમો અને વ્યવસાયિક કાર્યક્રમોમાં ભાગ લેવાના છે. ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે.
તે જ દિવસે તેઓ મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજઘાટની મુલાકાત લેશે અને પછી વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે, જેઓ મુલાકાતી પ્રતિનિધિમંડળના સન્માનમાં લંચનું પણ આયોજન કરશે.ચિન્હ તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને પણ મળવાના છે.
વિદેશ મંત્રાલયએ મંગળવારે જણાવ્યું હતું કે, ભારત વિયેતનામને તેની એક્ટ ઇસ્ટ પોલિસીના મુખ્ય સ્તંભ અને તેના ઇન્ડોપ્રપેસિફિક વિઝનમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર તરીકે માને છે.
૨૦૧૬માં વડાપ્રધાન મોદીની હનોઈની મુલાકાત દરમિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની સ્થાપના બાદથી ભારત-વિયેતનામના સંબંધોમાં પ્રગતિ થઈ રહી છે
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
