News of Wednesday, 31st July 2024
સંસદમાં કોઈની જાતિ પૂછવામાં આવતી નથી : ઈરાદાપૂર્વક કરાયું અપમાન: મલ્લિકાર્જુન ખડગે
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું -વડાપ્રધાને પણ આવી અભદ્ર વાતોનું સમર્થન ન કરવું જોઈએ.

નવી દિલ્હી : ભાજપના નેતા અનુરાગ ઠાકુરે નામ લીધા વિના રાહુલ ગાંધી પર ટિપ્પણીના ઘેરા પ્રત્યઘાત પડયા છે વિપક્ષી નેતાઓએ અનુરાહ ઠાકુર પર આકરા પ્રહાર કર્યા હતા, આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે સંસદમાં કોઈની જાતિ પૂછવામાં આવતી નથી, આવું જાણી જોઈને અપમાન કરવા માટે કરવામાં આવ્યું છે.
ખડગેએ વધુમાં કહ્યં હતું કે વડાપ્રધાને પણ આવી અભદ્ર વાતોનું સમર્થન ન કરવું જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે ક્યારે અને શું બચાવ કરવો. આવી અભદ્ર બાબતો અને તેના સમર્થનમાં નરેન્દ્રભાઈ મોદીના ટ્વીટની હું સખત નિંદા કરું છું.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
