તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
આગામી 24 કલાકમાં ગુજરાત ,કર્ણાટક, કેરળ, ઉત્તરાખંડ, પૂર્વ યુપી અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના
પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, સૌરાષ્ટ્ર, ઉત્તર આંતરિક કર્ણાટક, મરાઠવાડા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મિઝોરમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ થશે

નવી દિલ્હી :આગામી 24 કલાકમાં ગુજરાત સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે, IMD અનુસાર આગામી 24 કલાકમાં કર્ણાટક, કેરળ, ગુજરાત, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વરસાદની સંભાવના છે.
IMD અનુસાર, આગામી 24 કલાકમાં દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. કેરળ, ગુજરાત, છત્તીસગઢ, ઉત્તરાખંડ, કોસ્ટલ કર્ણાટક, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મેઘાલયમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે.
પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, સૌરાષ્ટ્ર, ઉત્તર આંતરિક કર્ણાટક, મરાઠવાડા, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને મિઝોરમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની અપેક્ષા છે.
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
