<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

યુએનના ઠરાવનો અમલ કરીને યુદ્ધ અટકાવી શકાય: ઇઝરાયેલના વિદેશમંત્રી

લિટાની નદી અને લેબનોનની સરહદ વચ્ચે કોઈ સશસ્ત્ર દળો હાજર ન હોવા જોઈએ.

 ઇઝરાયલના વિદેશ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે કહ્યું કે યુએનના ઠરાવને અમલમાં મૂકવાથી ઇઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ અટકાવી શકાશે. 2006 માં ઇઝરાયેલ અને હિઝબોલ્લાહ વચ્ચેના યુદ્ધના અંતે પસાર કરાયેલા ઠરાવને અમલમાં મૂકવા માટે ડઝનેક દેશોને એક પત્ર મોકલવામાં આવ્યો હતો.

   તે ઠરાવ જણાવે છે કે લિટાની નદી અને લેબનોનની સરહદ વચ્ચે કોઈ સશસ્ત્ર દળો હાજર ન હોવા જોઈએ. ઈઝરાયેલના વિદેશ મંત્રીએ કહ્યું કે અમને યુદ્ધમાં રસ નથી, પરંતુ તેને રોકવાનો એકમાત્ર રસ્તો છે.

(7:31 PM IST)